મિત્રો,
આજે હંસ: નો યજ્ઞોપવિત વિધિ સંપન્ન થયો. આજથી તે દ્વિજ બન્યો. હવે તેને સંધ્યાદિ કર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. બુદ્ધિમાં પ્રકાશ ઉપજાવનારા અને ભલભલી વિકટ પરિસ્થિતીનો પણ મક્કમતાથી સામનો કરી શકે તેવી બુદ્ધિ અને પ્રતિભા આપવા સમર્થ તેવા ગાયત્રી મંત્રનો હવે તે અધિકાર પુર્વક જપ કરી શકશે. હંસ:ની પ્રગતિનું એક વધું સોપાન સર થયું અને માતા.. પિતા… ધન્ય થયા.
આજે હંસ: ના મંડપમાં તેના માતાજી ખુબ જ શોભતા હતા. બધા લોકો કહેવા લાગ્યા કે અરે આ હંસ: તો આટલો શોભે છે પણ તેના માતાજી પણ કેવા રાધાજી જેવા શોભે છે. ત્યારે કહ્યું કે અરે તેનું નામ કવિતા છે. બધા લોકો હસવા લાગ્યા કે કવિતા આટલી સુંદર જાણે કે અમૂર્ત રાધાનું મુર્ત સ્વરૂપ અને તમે તો? ક્યાં આ રાધાજી જેવી કવિતા અને ક્યાં આ ઠેકાણા વગરના અતુલ. સા’વ કાગડો દહિંથરુ લઈ ગયો હોય તેમ લાગે છે. મનોમન કહ્યું હશે ભાઈ, શું કરીએ આપણે હાથમાં જશરેખા જ નથી.