Daily Archives: 22/05/2010

સંદેશો

૧. દુષ્ટોનો પ્રતિકાર કરવો, અનિષ્ટોનો મક્કમતાથી સામનો કરવો. મૃત્યું આવે તો મરી જવું પણ કોઈને તાબે થવું નહીં.

૨. દૂર્જનો જો તમે નહીં સુધરો તો આ જગત એટલું ખોખલું નથી કે સામો હાથ ન ઉગામી શકે.

Categories: Conversations and Dialogues | Tags: | 1 Comment

હંસ:

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના જપનું સ્વરૂપ કહે છે:
સર્વત્ર પ્રાણિનાં દેહે જપો ભવતિ સર્વદા |
હંસ: સોહમિતિ જ્ઞાત્વા સર્વબન્ધૈ: પ્રમુચ્યતે || ૧૦ ||

શ્લોકાર્થ: પ્રાણીઓના શરીરમાં સર્વત્ર સર્વદા “હંસ:” વા “સોહં” (હું તે અથવા તે હું) આ જપ થાય છે. તેને અનુભવીને યોગી સર્વ બંધોથી સારી રીતે મોકળો થાય છે.

ટીકા: સર્વ પ્રાણીઓનાં શરીરોમાં સર્વ સ્થળે સર્વ સમયમાં ઉચ્છવાસની સાથે હં ને શ્વાસની સાથે સ: અથવા તેને ઊલટાવીએ તો શ્વાસની સાથે સો ને ઉચ્છવાસની સાથે હં એવું ઉચ્ચારણ સ્વાભાવિક રીતે થયા કરે છે. હંસ: વા સોહં (હું તે પરમાત્મા છું અથવા તે પરમાત્મા હું છું) એ જપને અનુભવ વડે જે યોગી જાણે છે તે બ્રહ્મજ્ઞાન વડે સંસારના સર્વ બંધનોથી સારી રીતે મોકળો થાય છે. હંસ: તે અહં સ: નું ટુંકું રૂપ છે.

Categories: ચિંતન | Tags: | 1 Comment

ઉપનયન સંસ્કારમાં વ્યસ્ત

મિત્રો,
આજે અને કાલે અમે સહુ જવાહર મેદાનમાં “ઉપનયન” સંસ્કારના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી બ્લોગજગતમાં અમારી હાજરી ઝાંખી પાંખી રહેશે. એક ખાસ વાત : મને નર અને માદા કોયલ સામ સામે બેઠી હોય અને મજાના “ટહુકા” કરતી હોય તે ખુબ.. ગમે છે…

૪૨ વર્ષના મારા આ આયખામાં આવા દ્રશ્યો મને જવલ્લે જ માણવા મળ્યા છે. પણ આજે તો હું આનંદસાગરમાં જ ડુબી ગયો છું.

Categories: આનંદ | Tags: , | 2 Comments

સદાચાર સ્તોત્ર (54)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

આ સદાચારના વિચારાદિ વડે થનારા ફલને કહીને હવે આ સ્તોત્રની (લઘુગ્રંથની) સમાપ્તિ કરે છે:

સદાચારમિમં નિત્યં તેSનુસન્દધતે બુધા: |
સંસારસાગરાચ્છીગ્રં મુચ્યન્તે નાત્ર સંશય: ||૫૪||

ઈતિ શ્રીમર્પરમહંસપરિવ્રાજકાચાર્ય શ્રીમચ્છન્કરાચાર્યવિરચિતં સદાચારસ્તોત્રં સમ્પૂર્ણમ ||

શ્લોકાર્થ: આ સદાચારને જે વિવેકીઓ નિત્ય વિચારે છે તે વિવેકીઓ અવશ્ય સંસારસમુદ્રથી શીગ્ર મોકળા થાય છે એમાં સંશય નથી.

ટીકા: આ સદાચાર નામના લઘુ પુસ્તકમાં વર્ણવેલા વિષયનો જે વિવેકી પુરુષો નિત્ય આદર પૂર્વક વિચાર કરી પછી નિદિધ્યાસન કરે છે તે વિવેકી પુરુષો બ્રહ્મ સાક્ષાત્કાર વડે અવશ્ય અસંખ્ય દુ:ખોરૂપ જલથી ભરેલા સંસાર સાગરથી શીગ્ર મોકળા થાય છે, અર્થાત તેના પર તીર રૂપ બ્રહ્મને પ્રાપ્ત થાય છે, એમાં લેશ પણ સંદેહ નથી.

એ પ્રમાણે બ્રહ્મવિદ્યા વાળા પરમહંસોના ને પરિવ્રાજકોના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા સદાચાર નામના સ્તોત્રરૂપ રત્નની શ્રીનાથશર્મપ્રણીત ભાવાર્થદીપિકા નામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.