મિત્રો,
“મધુવન” મા મંગલગાન થયું. પનીહારીઓ ના “ટહુકા” થી વાતાવરણ દિવ્ય બની ગયું. કોઈ કોઈને ભાવ સમાધી થઈ ગઈ. વાતાવરણમાં એક દિવ્યતા પ્રસરી ગઈ. સર્વ કોઈ મીઠું મ્હો કરીને હરખાતા હરખાતા મનમાં એક અવર્ણનીય આનંદ લઈને છુટા પડ્યા.
Daily Archives: 21/05/2010
મીઠું મ્હો
ગીત ગાવા આવજો
મિત્રો,
આવતી કાલે ભાવનગરના જવાહર મેદાનમાં ૧૨૭૨ બટુકોને સમુહમાં યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવશે. ૩,૦૦,૦૦૦ બ્રાહ્મણોને એકત્રીત કરીને બ્રહ્મ ચોરાશીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આ બ્રાહ્મણોના સમુહ દ્વારા “બ્રહ્મસેના” ની રચના કરવામાં આવશે. આમાં સાથે સાથે હંસ:ને પણ ઉપનયન સંસ્કાર દ્વારા વિભુષિત કરવામાં આવશે. આજે અમારા નિવાસસ્થાન “મધુવન” , વિસ્તાર આંબાવાડી, શહેર ભાવનગરમાં સાંજે ૫ થી ૭ ચિ. હંસ: માટે આ મંગલ કાર્યક્રમના આરંભમાં મંગલ ગીતો ગાવા માં આવશે. તો સહુ સગા-વહાલાઓ – કોડીલા નર અને નાર ગીતો ગાવા આવજો.
ધતિંગ
મિત્રો,
આજકાલ બ્લોગજગતમાં જાત જાતના ધતિંગો ચાલે છે. મોટી ઉંમરના અને પોતાની ઓળખ છુપાવીને ફરનારા સ્ત્રીઓ અને પુરુષો નાના અને નિર્દોષ બાળકો અને કીશોરીઓને રીતસર હેરાન કરે છે. આવો જ એક બ્લોગ મારા ધ્યાન માં આવ્યો છે. જેનું નામ છે “ખૂલી આંખના સપના” . જાણવા મળ્યું છે કે આ બ્લોગના બ્લોગર મોટા પાયે ધતિંગ ચલાવે છે અને નાના મોટા લોકોને સરેઆમ છેતરે છે. આવા બ્લોગરો સાથે અમારે કોઈ લેવાદેવા નથી અને બીજા કોઈ પણ બને તો ન રાખશો તેવી કડક સુચના આપુ છું.
આ સિવાય અન્ય બ્લોગરોના નામ ટૂંક સમયમાં રજુ થાય તેવી પુરી શક્યતા છે.
શાળામાં રજા
મિત્રો,
નવી નવી શાળા છે અને મુન્નાભાઈ ને હજુ શાળામાં બહુ ગોઠતું નથી એટલે આજે મુન્નાભાઈએ શાળામાં રજા રાખી છે. કદાચ બહાર તોફાની ટપુડાઓ મળે તો તેની સાથે ધીંગામસ્તી કરશે નહીં તો મધુવનમાં બેઠા બેઠા “ટહુકા” સાંભળશે.
સદાચાર સ્તોત્ર (53)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
કૃપા કરીને હવે વાસ્તવિક વાનપ્રસ્થના સ્વરૂપનું વર્ણન કરે છે:
કિમુગ્રૈશ્ચ તપોભિશ્ચ યસ્ય જ્ઞાનમયં તપ: |
હર્ષામર્ષવિનિર્મુક્તો વાનપ્રસ્થ: સ ઉચ્યતે ||૫૩||
શ્લોકાર્થ: જેનું જ્ઞાનમય તપ છે તેને ઉગ્ર તપો વડે શું? જે હર્ષ ને ઈર્ષાથી સારી રીતે મોકળો થયેલો છે તે વાનપ્રસ્થ કહેવાય છે.
ટીકા: જેનું જ્ઞાનમય એટલે સર્વ દૃશ્યના મિથ્યાપણાનો અપરોક્ષ નિશ્ચય કરી સર્વત્ર બ્રહ્માનુભાવ કરવારૂપ તપ છે તેવા દૃઢ જ્ઞાનીને શરીરને બહુ કષ્ટ થાય એવાં તીક્ષ્ણ તપો વડે ક્યું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? ઉગ્ર તપનાં જે અન્ય સ્વર્ગાદિ ફલો શાસ્ત્રમાં કહ્યાં છે તે સર્વ ફલો બ્રહ્મજ્ઞાનના મોક્ષરૂપ ફલની આગળ અતિ તુચ્છ હોવાથી તેમને હવે કોઈ પણ ફલ પ્રાપ્ત કરવાનું બાકી ન રહેવાથી શરીરને અતિ કષ્ટ થાય એવું કોઈ ઉગ્ર તપ કરવાની તેમને લેશ પણ આવશ્યકતા રહી નથી. જે પુરુષ જ્ઞાનમય તપવાળો તથા હર્ષ ને અદેખાઈ આદિ ચિત્તના દોષોથી રહિત છે તે પુરુષ વાસ્તવિક વાનપ્રસ્થ (નિર્જન સ્થાનરૂપ બ્રહ્મમાં ઉત્તમ પ્રકારે સ્થિતિ કરીને રહેલો) કહેવાય છે. અનુકૂલ પ્રાણિપદાર્થના લાભથી થતા ચિત્તના ને મુખના વિકાસને હર્ષ અને અન્યના ઉત્કર્ષને સહન ન કરવો તેને અદેખાઈ કહે છે.