મિત્રો,
સ્વર્ગસ્થ કવિ શ્રી રમેશ પારેખે માત્ર ઉંડાણ પૂર્વકની ગઝલો જ લખી છે તેવું નથી. તેમણે બાળગીતો પણ લખ્યાં છે. સાવ હજુ તો શાળાએ જવાનો પહેલો જ દિવસ હોય અને ફુલ જેવું બાળક ગભરાતું ગભરાતું શાળાના વર્ગમાં છાનુ છપનું શીક્ષક સામે જોઈને નવું નવું શીખતું હોય અને જેવા ટીચર હોય તે પ્રમાણે તે ખીલતું કે શરમાતું હોય. તો તેવા એક દ્રશ્યને આજે આપણે અહિં માણશું. તો ચાલો નિશાળે…
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
આ એક જ બાળગીત જુદી જુદી શાળામાં કેવી રીતે શીખવાડાય છે તે પણ આપણે તેની નીચેની લિન્ક ને આધારે માણશુ.
http://sulabhgurjari.com/?p=294
http://www.mitixa.com/2009/301.htm
http://drmanwish.blogspot.com/2008/07/blog-post_06.html
http://sapan99.blogspot.com/2007/11/school-days.html
http://www.rameshparekh.in/balkavyo.html
http://aksharnaad.com/2008/04/26/balgeet-by-ramesh-parekh/
આ ઉપરાંત ઘણી બધી શાળાઓમાં આ બાળગીત શીખવાડાઈ રહ્યું છે. નાનપણમાં જે ખંત પુર્વક અભ્યાસ કરે છે તેની જીવનમાં સફળ થવાની પુરી શક્યતા રહે છે તો ચાલો હવે ખંત પુર્વક અભ્યાસ શરુ કરીએ.