મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના “ભરજુવાની” નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક ’ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
Daily Archives: 17/05/2010
આરંભે શૂરા – ફાધર વાલેસ
સદાચાર સ્તોત્ર (49)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
વળી અન્ય રીતે જ્ઞાનાદિના સ્વરૂપને કહે છે:
અજ્ઞાનધ્વંસકં જ્ઞાનં વિજ્ઞાનં ચોભયાત્મકમ |
જ્ઞાનવિજ્ઞાનનિષ્ઠેયં તત્સદબ્રહ્મણિ ચાર્પિતા ||૪૯||
શ્લોકાર્થ: અજ્ઞાનને નિવૃત્ત કરનારું જ્ઞાન છે અને વિજ્ઞાન ઉભયરૂપ છે; આ જ્ઞાનવિજ્ઞાનની નિષ્ઠા તે સદ્રુપ બ્રહ્મમાં જ અર્પિત છે.
ટીકા: આત્માનું સદ્રુપ (છે એવું) જ્ઞાન આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું નથી, પણ આત્માને આશરે રહેલા અજ્ઞાનને નિવૃત્ત કરનારું આત્માનું વિશેષજ્ઞાન (ચિદ્રુપ તથા આનંદરૂપ એવું જ્ઞાન) છે. વિજ્ઞાન એટલે આત્માથી અભિન્ન બ્રહ્મ તો કલ્પિત અજ્ઞાનના અધિષ્ઠાનરૂપ હોવાથી અજ્ઞાન તથા વિશેષજ્ઞાન ઉભયરૂપ છે. આ જ્ઞાનરૂપ આત્મા તથા વિજ્ઞાનરૂપ બ્રહ્મ એ બંનેની સ્થિતિ નિરુપાધિક સદ્રુપ બ્રહ્મમાં જ અર્પણ થયેલી છે. વસ્તુતાએ તે જ સત્ય છે.