હું એક પ્રસન્ન જીવંત કવિ છું, શું તમને ખબર છે?
મારી કવિતામાં શબ્દો નથી, શું તમને ખબર છે?
વળી તે મૌનના પડઘા નથી, શું તમને ખબર છે?
આ કવિતા મુજ કાનની રાધા, શું તમને ખબર છે?
તે જ રુક્ષ્મણી ને સત્યભામા, શું તમને ખબર છે?
હું રામ તો તે મારી સીતા, શું તમને ખબર છે?
બે બાળકોનો હું છુ પિતા, શું તમને ખબર છે?
બ્લોગજગતનો નાટકાચાર્ય, શું તમને ખબર છે?
ભિન્નબ્લોગે ભિન્ન અભિનય, શું તમને ખબર છે?
સાચું મારુ જીવન છે ન્યારું, શું તમને ખબર છે?
હંસ: ને આસ્થા સંતાનો મારા, શું તમને ખબર છે?
મારી પત્નિ મારી કવિતા, શું તમને ખબર છે?
કવિતાનો કૃષ્ણ “અતુલ” છું, શું તમને ખબર છે?
Daily Archives: 16/05/2010
શું તમને ખબર છે? – અતુલ
હમ હે સપૂત ભારત કે – વિવેકાનંદ કેન્દ્ર
હમ હે સપૂત ભારત કે,
હમ હે બંદે ઈશ્વર કે.
દેશ હમારા વિશાલ હે,
કોમ હમારી મહાન હે,
લક્ષ્ય હમારા ઉંચા હે,
માર્ગ હમારા દૂર્ગમ હે. – હમ હે સપૂત…
વ્રત મત તોડો જીવન કા,
પથ મત છોડો મંજીલ કા,
આગે આગે બઢના હે,
કદમ મીલાકર ચલના હે. – હમ હે સપૂત…
હો આંધી યા હો તૂફાન,
હોઠો પર હો નિત મુસ્કાન,
વતન કી ખાતીર જીના હે,
વતન કી ખાતીર મરના હે. – હમ હે સપૂત…
વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદીઓને ખાસ સુચના:- કામ કરનારી, આ જગતને સતત ધબકતું રાખનારી તો લાગણી છે. મનુષ્ય અને પ્રાણીઓના કલ્યાણ માટે વિજ્ઞાન અને સાધન સગવડો છે, સાધન સગવડો અને વિજ્ઞાન માટે મનુષ્ય અને પ્રાણીઓનો ઉપયોગ કરવો તે અક્ષમ્ય અપરાધ છે.
સદાચાર સ્તોત્ર (48)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે વૃત્તિથી ઉપજેલા જ્ઞાનનો તથા વિજ્ઞાનનો ભેદ કહે છે:
અન્વયવ્યતિરેકાભ્યાં સર્વત્રૈકં પ્રપશ્યતિ |
યત્તત્તુ વૃત્તિજં જ્ઞાનં વિજ્ઞાનં જ્ઞાનમાત્રકમ ||૪૮||
શ્લોકાર્થ: અન્વય અને વ્યતિરેક વડે સર્વત્ર એકને જે જ્ઞાન જુએ છે તે તો વૃત્તિથી ઉપજેલું જ્ઞાન છે, અને જ્ઞાન માત્ર વિજ્ઞાન છે.
ટીકા: આત્માથી અભિન્ન બ્રહ્મના અન્વય વડે અને જડ જગતના વ્યતિરેક વડે સર્વ જગતમાં એક જ અદ્વિતીય તત્ત્વને જે જ્ઞાન જુએ છે તે જ્ઞાન અંત:કરણની વૃત્તિથી ઉપજેલું જ્ઞાન છે, અને વૃત્તિભાગ મૂકી દેતાં જે કેવલ જ્ઞાન રહે છે તે વિજ્ઞાન વા નિરુપાધિક જ્ઞાન કહેવાય છે.