Daily Archives: 14/05/2010

શ્રી શંકરાચાર્ય – રમણલાલ સોની

ખુબ ખુબ વ્હાલા મિત્રો,

“બ્રહ્મ સત્ય – જગત મિથ્યા” તેવો અર્ધાથી પણ અર્ધા શ્લોકમાં ઉપદેશ આપનાર આદિ શંકરાચાર્યજી વીશેનો આ લેખ શ્રી રમણલાલ સોની જેવા સિદ્ધહસ્ત લેખકની કલમે આલેખાયેલો છે. આ લેખ શ્રી રામકૃષ્ણ જ્યોત, મે-૨૦૧૦ ના અંકમાંથી લેવામાં આવેલ છે. શ્રી રામકૃષ્ણ જ્યોત, શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતું મેગેઝીન છે.






Categories: ચિંતન | Tags: , | Leave a comment

સદાચાર સ્તોત્ર (46)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે જ્ઞાનના, વિજ્ઞાનના તથા જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને કહે છે:

ત્વમર્થવિષયં જ્ઞાનં વિજ્ઞાનં તત્પદાશ્રયમ |
પદયોરૈક્યબોધસ્તુ જ્ઞાનવિજ્ઞાનસંજ્ઞકમ ||૪૬||

શ્લોકાર્થ: તું એ પદના અર્થને વિષય કરનારું તે જ્ઞાન, તે એ પદના આશ્રયને વિષય કરનારું તે વિજ્ઞાન, અને તે બંને પદના એકપણાનું જ્ઞાન તો જ્ઞાનવિજ્ઞાનના નામ વાળું છે.

ટીકા: તત્વમસિ તે તું છે – આ મહાવાક્યમાંના તું એ પદના – જીવના – લક્ષ્યાર્થરૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. તે એ પદના – ઈશ્વરના – લક્ષ્યાર્થરૂપ ચેતનને વિષય કરનારું જે જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે, અને તે બંને પદના એકપણાનું જે જ્ઞાન તે જ્ઞાનવિજ્ઞાન એ નામથી કહેવાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.