Daily Archives: 13/05/2010

આનંદ ઘન સમ્રાટ છું હું – સ્વામી એકરસાનંદ

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 1 Comment

સદાચાર સ્તોત્ર (45)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે પરોક્ષ જ્ઞાનના તથા અપરોક્ષ જ્ઞાનના સ્વરૂપને વર્ણવે છે:

પરોક્ષં શાસ્ત્રજં જ્ઞાનં વિજ્ઞાનં ચાત્મદર્શનમ |
આત્મનો બ્રહ્મણ: સમ્યગુપાધિદ્વયવર્જિતમ ||૪૫||

શ્લોકાર્થ: શાસ્ત્રથી ઉપજેલું જ્ઞાન પરોક્ષજ્ઞાન અને જીવના તથા ઈશ્વરના બે ઉપાધિથી રહિત યથાર્થ આત્મસાક્ષાત્કાર તે અપરોક્ષ જ્ઞાન છે.

ટીકા: શાસ્ત્રના શ્રવણ વડે ઉપજેલું આત્માનું સ્વાનુભવવિનાનું જ્ઞાન પરોક્ષજ્ઞાન કહેવાય છે અને જીવનો ઉપાધિ વ્યષ્ટિ અજ્ઞાન વા અંત:અકરણ ને ઈશ્વરનો ઉપાધિ માયા એ બંને ઉપાધિઓથી રહિત આત્માથી અભિન્ન બ્રહ્મનો જે સ્પષ્ટ અનુભવ તે વિજ્ઞાન અથવા અપરોક્ષજ્ઞાન કહેવાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.