મિત્રો,
આ લેખ શ્રી ફાધર વાલેસના પુસ્તક “ભરજુવાની” માં થી લીધેલ છે. આ પુસ્તક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરસ્તા, અમદાવાદ દ્વારા બહાર પાડવામાં અવેલ છે.
Daily Archives: 12/05/2010
કાચું મોત – સાચું મોત (ફાધર વાલેસ)
સદાચાર સ્તોત્ર (44)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
વળી જ્ઞાન વિજ્ઞાનના સ્વરૂપને બીજી રીતે કહે છે:
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં તજ્જ્ઞાનં જ્ઞાનમુચ્યતે |
વિજ્ઞાનં ચોભયોરૈક્યં ક્ષેત્રજ્ઞપરમાત્મનો: ||૪૪||
શ્લોકાર્થ: ક્ષેત્રનું ને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન તે જ્ઞાન જ્ઞાન કહેવાય છે, અને ક્ષેત્રજ્ઞને પરમાત્મા આ બંનેના એકપણાનો અનુભવ તે વિજ્ઞાન કહેવાય છે.
ટીકા: પ્રકૃતિથી માંડીને સ્થૂલ શરીર પર્યંતના સર્વ પદાર્થો જડ હોવાથી ક્ષેત્ર – કરેલાં શુભાશુભ કર્મોનાં શુભાશુભ ફલો ઉપજવાનું સ્થાન – કહેવાય છે. આ ક્ષેત્રના સ્વરૂપને જાણનારો જીવ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ક્ષેત્રના અસત, જડ ને દુ:ખાદિરૂપ સ્વભાવને તથા ક્ષેત્રજ્ઞના સત, ચિત્ત ને આનંદાદિ સ્વભાવને જાણવા તે જ્ઞાન એવા નામથી વિદ્વાનોમાં કહેવાય છે, અને જીવ ને ઈશ્વર એ બંનેનું ચેતનરૂપે વાસ્તવિક એકપણું જાણવું તે વિજ્ઞાન એવા નામ વડે વિદ્વાનોમાં કહેવાય છે.