Daily Archives: 11/05/2010

મો કો કહાં ઢૂંઢો બંદો – કબીર

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં,
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં,
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં,
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં,
મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં,
કહે કબીર સુનો ભાઈ સાધો, સબ સાંસો કી સાંસ મેં.


મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં,
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં,
ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તિ હૂં વિશ્વાસ મેં.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સદાચાર સ્તોત્ર (43)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

જ્ઞાનવિજ્ઞાનના સ્વરૂપને તથા અહીં અદ્વિતીય બ્રહ્મ જ છે એ વાતને સંક્ષેપમાં કહે છે:

જ્ઞાનં દૃગ્દૃશ્યયોર્ભાવં વિજ્ઞાનં દૃશ્યશૂન્યતા |
એક્મેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિન્ચન ||૪૩||

શ્લોકાર્થ: દ્રષ્ટાનો ને દૃશ્યનો ભાવ તે જ્ઞાન, ને દૃશ્યનો અભાવ તે વિજ્ઞાન. એક જ અદ્વિતીય બ્રહ્મ છે, અહીં કાંઈ પણ ભેદ નથી.

ટીકા: દ્રષ્ટા આત્માના ને દૃશ્ય જગતના વિદ્યમાનપણાની જ્યાં સુધી પ્રતીતિ રહે ત્યાં સુધીની અંત:કરણની સ્થિતિને જ્ઞાન એવું નામ આપવામાં આવે છે, અને સર્વ દૃશ્યનો દ્રષ્ટામાં બાધ થઈ પછી દ્રશ્યનું શૂન્યપણું ને માત્ર દ્રષ્ટાનો જ સદભાવ અનુભવાય એવી અંત:કરણની સ્થિતિ થાય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાનકાલે એક જ અદ્વિતીય બ્રહ્મ અનુભવાય છે, ને આ બ્રહ્મમાં કાંઈ પણ દ્વૈત નથી એવો નિશ્ચય થાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.