Daily Archives: 09/05/2010

પ્રેમ કરવાવાળો માણસ છું – આગંતુક

હું હાથમાં હાથ મેળવીને, પ્રેમ કરવાવાળો માણસ છું.
હું આંખમાં આંખ મેળવીને, પ્રેમ કરવાવાળો માણસ છું.

હું સ્ત્રી-પુરુષના ભેદ જોતો નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
પ્રેમમાં મને ઉંમરનો બાધ નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
નાત – જાત મને નડતા નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
દેશના સીમાડા કઠતા નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
ઉંચ નીચની મને ફીકર નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
હું પતિત કે પાવન જોતો નથી, હું પ્રેમ કરવાવાળો માણસ છું.
રાય કે રંક મારે મન સરખા, હું પ્રેમ કરવાવાળો માણસ છું.

ખુલ્લી આંખે હું જોઉ “સપના”, હું પ્રેમ કરવાવાળો માણસ છું.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 6 Comments

અનંત રુપિણિ

રાગ: કલ્યાણ

અનંત રુપિણિ અનંત ગુણવતિ,
અનંતનામ્નિ ગિરિજે મા |
શિવહૃન્મોહિનિ વિશ્વવિલાસિનિ,
રામકૃષ્ણ જય દાયિનિ મા ||

જગતજનનિ ત્રિલોકપાલિનિ,
વિશ્વસુવાસિનિ શુભદે મા |
દુર્ગતિનાશિનિ સન્મતિદાયિનિ,
ભોગમોક્ષસુખકારિણિ મા ||

પરમે પાર્વતિ સુંદરિ ભગવતિ,
દુર્ગે ભામતિ ત્વં મે મા |
પ્રસીદ માતર નગેન્દ્રનંદિનિ,
ચિર સુખદાયિનિ જયદે મા ||

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | Leave a comment

સદાચાર સ્તોત્ર (40)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે માયા, ઈશ્વર ને બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે:

અજ્ઞાનં ચાન્યથા જ્ઞાનં માયામેતાં વદન્તિ તે |
ઈશ્વરં માયિનં વિદ્યાન્માયાતીતં નિરંજનમ ||૪૦||

શ્લોકાર્થ: અન્ય પ્રકારનું જ્ઞાન જ અજ્ઞાન. તેઓ આને માયા કહે છે. માયાના સ્વામીને ઈશ્વર જાણવા, માયાતીત નિરંજન છે.

ટીકા: બ્રહ્મ જે એક પ્રકારની નામ, રૂપ ને ક્રિયાથી રહિત વસ્તુ છે, તેમાં તેનાથી વિલક્ષણ અન્ય પ્રકારનું એટલે નામ, રૂપ ને ક્રિયાવાળા જગતનું જ્ઞાન તે જ અજ્ઞાન વા અવિદ્યા કહેવાય છે. એ અજ્ઞાન અભાવરૂપ નથી, પણ જ્ઞાન વડે નિવૃત્ત થવાને યોગ્ય ભાવરૂપ છે. આ અજ્ઞાનને વા અવિદ્યાને વેદાંતનો પાર પામેલા પંડિતો માયા એવું નામ આપે છે. એ માયાના નિયામકને વિવેકીએ ઈશ્વર જાણવા, ને એ માયાથી જે પર છે, અર્થાત એ માયાનો જેની સાથે ત્રણ કાલમાં લેશ પણ સંબંધ નથી તેને નિરંજન એટલે બ્રહ્મ જાણવું.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.