મિત્રો,
મારી દિકરી આસ્થા કે જે ૭માં ધોરણમાં ઉત્તિર્ણ થઈને ૮માં ધોરણમાં આ વર્ષે પ્રવેશી. મારો દિકરો હંસ: કે જે બીજા ધોરણમાંથી આ વર્ષે ત્રીજા ધોરણમાં પ્રવેશ્યો છે. હંસ: અને આસ્થાના પરિણામો ખુબ જ ઉત્સાહપ્રેરક અને આનંદવર્ધક આવ્યા છે. તે માટે તેમની માતા અને મારી પત્ની કવિતાની અથાગ મહેનત કારણભૂત છે. અમારા આ આનંદને આપની સાથે વહેંચવા આ પોસ્ટ લખી છે. આ સાથે હંસનું પ્રગતિ પત્રક રજુ કર્યું છે. આપ સહુ હંસ:ને અભિનંદન આપશો જ તેવી સંપુર્ણ આસ્થા છે.
Daily Archives: 08/05/2010
હંસ: નું પ્રગતિ પત્રક
સદાચાર સ્તોત્ર (39)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે જગદાદિના સ્વરૂપનું વર્ણન કરે છે:
મનોમાત્રમિદં સર્વં તન્મનોSજ્ઞાનમાત્રકમ |
અજ્ઞાનં ભ્રમ ઈત્યાહુર્વિજ્ઞાનં પરમં પદમ ||૩૯||
શ્લોકાર્થ: આ સર્વ મનો માત્ર છે. તે મન અજ્ઞાન માત્ર છે. અજ્ઞાન ભ્રાંતિ છે એમ કહે છે. વિજ્ઞાન પરમ પદ છે.
ટીકા: આ નામ રૂપ ક્રિયા વાળું સર્વ જગત મને કલ્પેલું હોવાથી મનથી ભિન્ન નથી, પણ મનોરૂપ જ છે. તે મન બ્રહ્મના અજ્ઞાન વડે પ્રતીત થનારું હોવાથી અજ્ઞાનમાંથી ઉપજેલું છે, તેથી તે અજ્ઞાનથી ભિન્ન નથી, પણ અજ્ઞાનરૂપ જ છે. અજ્ઞાન, ભ્રાંતિ અવિદ્યા ને માયા એ પર્યાય છે એમ સતશાસ્ત્રો ને વિદ્વાનો કહે છે. તે અજ્ઞાનથી પર જે બ્રહ્મ છે તે બ્રહ્મરૂપ અનુભવને વિદ્વાનો પરમપદ કહે છે. વેદાંતસિદ્ધાંતમાં સત્યાદિ લોકને પરમપદ કહેતા નથી, પણ બ્રહ્મને જ પરમપદ કહે છે.