વા વાયો ને નળિયું ખસ્યું – અખો

વા વાયો ને નળિયું ખસ્યું,
તે દેખીને કુતરું ભસ્યું,
કોઈ કહે મેં દીઠો ચોર,
બહુ થયો ત્યાં શોરબકોર!

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 4 Comments

Post navigation

4 thoughts on “વા વાયો ને નળિયું ખસ્યું – અખો

  1. ” દોષ ન જોઇશ કેના ભૂર,તો હરિ દેખીશ બૌ ભરપૂર;
    મેલી આંખે ક્યમ દીસે વસ્ત,જેણે જોયાં આમિષ ને અસ્ત;
    અખા તોજ દીસે આતમા,જો નાવે રસના તાસમાં.”

    અખાનું તત્વજ્ઞાન સમજવા જેવું છે અતુલભાઇ. આ પણ જુઓ,

    ” બ્રહ્માદિક નવ પામ્યા પાર, એમ જાણીને ખાશો માર;
    અગમ અગોચર સૌને હરિ, બ્રહ્માકીટલગી માયા આવરી;
    અખા હરિ જો મળનારા થાય, તો ન ગણે ઊંચનીચ રંકરાય.”

    આભાર.

    • શ્રી અશોકભાઈ,

      અખાનું તત્વજ્ઞાન અદભુત છે. બાપુજી (સ્વામી ભજનપ્રકાશાનંદગીરીજી) ની સરળ વાણીમાં ઘણીએ વાર અખાની છાંટ દેખાતી હતી. અલબત્ત તેમનું તો આખુ જીવન જ અલૌકિક હતું. નાથા ભગત અને પરમાત્માનંદજી પણ એટલા જ ઉચ્ચ કોટીના મહાત્માઓ છે.

      બાપુજી ઘણી વાર કહેતા કે :-

      જ્યાં જાતા નહિં સરે કામ
      ત્યાં જાવાનું ન લેવું નામ

      અહિં “સરે કામ” માં પણ કેવો સુંદર શ્લેષ કર્યો છે.
      ૧. તો સઘળા કામ એટલે કે વાસના સરી જાય
      અને
      ૨. જે કાર્ય ઈચ્છ્યું હોય તે થાય.

      આભાર.

      તા.ક.
      ૧. તમારો કોપીરાઈટનો લેખ ઘણો સરસ લખાયો છે.
      ૨. દોષ જોવાનું બંધ કરવાનો પ્રયત્ન શરુ કર્યો છે.

  2. Ramesh Patel

    બહુ થયો ત્યાં શોરબકોર!
    save us from such શોરબકોર!
    Enjoyrd with values.

    Ramesh patel(Aakashdeep)

  3. ** મોટેભાગે આપણે શોરબકોરના માણસો છીયે… ભ્રમ ભાગનારા નહીં પણભ્રમમાં જીવનારા માણસો છીયે.॰
    વા વાયો ને નળિયું ખસ્યું,
    તે દેખીને કુતરું ભસ્યું,
    કોઈ કહે મેં દીઠો ચોર,
    બહુ થયો ત્યાં શોરબકોર! અખો** કવિનું ચિંતન આજે એટલુજ સાચું છે. ** જયેશ શુક્લ.”નિમિત્ત”.27.5.15.વડોદરા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: