વા વાયો ને નળિયું ખસ્યું,
તે દેખીને કુતરું ભસ્યું,
કોઈ કહે મેં દીઠો ચોર,
બહુ થયો ત્યાં શોરબકોર!
Daily Archives: 06/05/2010
વા વાયો ને નળિયું ખસ્યું – અખો
સદાચાર સ્તોત્ર (37)
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ
હવે ચિત અને ચિત્તના ભિન્ન સ્વરૂપને કહે છે:
ચિત્તં ચિચ્ચ વિજાનીયાત તકારરહિતં યદા |
તકારો વિષયાધ્યાસો જપારાગો યથા મણૌ ||૩૭||
શ્લોકાર્થ: જ્યારે ચિત્ત તકારરહિત હોય ત્યારે તેને ચિત્ત જાણવું. જેમ મણિમાં જાસુદીના ફુલની રતાશ છે તેમ ચિતમાં તકાર વિષયાધ્યાસ છે.
ટીકા: જ્યારે ચિત એટલે અંત:કરણ તકારથી-ત અક્ષરથી-રહિત હોય ત્યારે તે ચિત્તને તેમાં ત નહિ હોવાથી ચિત એટલે ચૈતન્ય જાણવું. જેમ નિર્મલ ને શ્વેત સ્ફટિકમણિમાં સમીપમાં પડેલા જાસુદીના રાતા ફુલની રતાશ પ્રતીત થઈ તે રાતો પ્રતીત થાય છે, તેમ વિષયના અધ્યાસથી રહિત નિર્મલ ચિતમાં તકારરૂપ વિષયાધ્યાસ આવવાથી તે જ ચિત ચિત્તરૂપે પ્રતીત થાય છે.