સદાચાર સ્તોત્ર (36)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે ઉન્મની દશાનું સ્વરૂપ વર્ણવે છે:

અર્થાદર્થે યદા વૃત્તિર્ગન્તું ચલતિ ચાન્તરે |
નિરાધારા નિર્વિકારા યા દશા સોન્મની સ્મૃતા* ||૩૬||

* કોઈ પ્રતમાં અહીં ચિત્તં ચૈતન્યમાત્રેણ સંયોગાચ્ચેતના ભવેત | (કેવલ ચૈતન્યની સાથે સંયોગ પામવાથી ચિત્ત ચેતનના જેવું જણાય છે.) એ પ્રમાણે વધારો જોવા મળે છે.

શ્લોકાર્થ: જ્યારે વૃત્તિ એક પદાર્થથી બીજા પદાર્થ ભણી જવાને ચાલે છે ત્યારે મધ્યમાં જે તેની નિરાધાર અને નિર્વિકાર દશા છે તે ઉન્મની કહી છે.

ટીકા: જ્યારે અંત:કરણની વૃત્તિ અંત:કરણમાંથી ઊઠીને કોઈ પદાર્થ ભણી જાય છે, અથવા કોઈ પદાર્થને આકારે થઈ હોય ત્યાંથી બીજા પદાર્થને આકારે થવા તે પદાર્થ ભણી જાય છે, ત્યારે તે બેની વચ્ચે અંત:કરણની વૃત્તિ કોઈ પણ પદાર્થના આલંબનવાળી હોતી નથી, અર્થાત બ્રહ્માકાર થયેલી હોય છે. વૃત્તિની આવી આલંબન વિનાની ને વિકાર વિનાની – બ્રહ્મરૂપે – જે સ્થિતિ તે સ્થિતિ યોગીઓએ ઉન્મની કહી છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: