સમજ્યા વિના સુખ ક્યાંથી સાંપડે

રાગઃ- વારૂ મારા વીરા રે સંગ ન કરીએ નીચનો હોજી

સમજ્યા વિના સુખ ક્યાંથી સાંપડે હોજી
ઇતો વળી દુઃખ દારીદ્ર કેમ જાય
અજ્ઞાનપણું ઉરમાં રે અંતરમાં આપદા ઘણીરેજી — ટેક

સતગુરુ જેના સાચા રે સમજાવે શાન કરી રેજી
ઇતો વળી દરશાવે દિલડાંની માંય
આતમો અવિનાશી રે ગુરુ ગમ જ્ઞાન કરીરેજી –સમજ્યા

સતસંગ નવ કીધોરે મુરખ મંદ મતિરેજી
ઇતો વળી ભાવે ભજ્યા નહિં ભગવાન
સંતોને ન સેવ્યા મુરખ મન ગુમાન કરીરેજી -સમજ્યા

ભક્તિ છે શૂરવીરની રે કાયર નર નહીં કરે હેજી
ઇતો વળી ધડ માથે શિશ ન હોય
શૂરવીર જન ઇ સાચારે રણવટ રીતી ખેલેરેજી –સમજ્યા

દ્વૈતપણું દિલમાંરે અદ્વૈતતા કેમ આવેરે
ઇતો વળી મારૂં તારૂં કેમ મૂકાય
ભજનપ્રકાશ ભ્રમણા ભાંગેરે સદગુરૂ સાચા મળેરેજી –સમજ્યા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

Post navigation

One thought on “સમજ્યા વિના સુખ ક્યાંથી સાંપડે

 1. chandravadan

  સમજ્યા વિના સુખ ક્યાં ?
  અજ્ઞાનતાથી દુર !

  સતગુરૂથી નજીક !

  સતસંગમાં મન !

  એટલે ભક્તિ !

  ભક્તિ એ જ શુરવીરતા !

  એ જ જીવન !

  આવી સમજ …એ જ સુખ !

  >>>ચંદ્રવદન.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  All are invited to my Blog for HEALTH & other Posts !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: