Daily Archives: 01/05/2010

જય જય ગરવી ગુજરાત

મિત્રો,
ભારત મારો દેશ.
ગુજરાત મારું રાજ્ય.
ભાવનગર મારું શહેર (વિકસિત ગામડું).
કૃષ્ણનગર મારો વિસ્તાર.
આંબાવાડી મારો લત્તો.
૧૨૦૫ મારો પ્લોટ નંબર
“મધુવન” મારું ઘર.

૩૬૪૦૦૧ મારો પીન કોડ નંબર.

0278-2206429 મારો ફોન નંબર.

+૯૧ ૯૮૨૪૪૩૮૮૧૪ મારો મોબાઈલ નંબર.

atuljaniagantuk@gmail.com મારું ઈ-મેઈલ આઈ.ડી.

https://bhajanamrutwani.wordpress.com

અને

http://madhuvan1205.wordpress.com/

અમારા બ્લોગ્સ

મારા બગીચામાં ઉગેલા અને મારા કેમેરાથી પાડેલા આ ફૂલોના સુંદર ગુલદસ્તાથી ગુજરાત સ્થાપના દિનની પ્રેમ પૂર્વક શુભેચ્છા વ્યક્ત કરું છું.

જય જય ગરવી ગુજરાત,
દીસે અરૂણ પ્રભાત.

Categories: ઉદઘોષણા, સાહિત્ય | Tags: | 9 Comments

સદાચાર સ્તોત્ર (32)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

એ આત્માને જાણનારા મુક્ત થાય છે એમ જણાવે છે:

સંકલ્પસાક્ષિણં જ્ઞાનં સર્વલોકૈકજીવનમ |
તદસ્મીતિ ચ યો વેદ સ મુક્તો નાત્ર સંશય: ||૩૨||

શ્લોકાર્થ: સર્વ પ્રાણીઓના મુખ્ય જીવનરૂપ, જ્ઞાન સ્વભાવવાળા ને સંકલ્પના સાક્ષીને તે હું છું એમ જે પુરુષ જાણે છે તે મુક્ત છે એમાં સંશય નથી.

ટીકા: શુદ્ધ ચેતન પ્રાણના પણ પ્રાણરૂપ હોવાથી તે ચેતનને અહીં સર્વ પ્રાણધારી પ્રાણીઓમાં મુખ્ય જીવનરૂપ કહેલ છે. શુદ્ધ ચેતનનો જ્ઞાન સ્વભાવ “સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ | ” (બ્રહ્મ સત્ય, જ્ઞાન ને અનંત છે) ઈત્યાદિ શ્રુતિઓમાં કહ્યો છે. જો આત્માનો વા ચેતનનો જ્ઞાન સ્વભાવ ન હોય તો આ જગતમાં કોઈ પણ પ્રાણી પદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ એ યુક્તિથી પણ આત્માનો વા ચેતનનો જ્ઞાન સ્વભાવ છે એમ જણાવે છે. એવી રીતે આત્માનો જ્ઞાનસ્વભાવ શ્રુતિ, યુક્તિ ને જ્ઞાનીઓના અનુભવ વડે સિદ્ધ છે. વળી તે આત્મા અંત:કરણની સર્વ વૃત્તિઓનો પ્રકાશક હોવાથી મનના સંકલ્પોના સાક્ષિરૂપે તેને કહેલ છે. તે આત્મા હું છું એમ જે પુરુષ સ્વાનુભવથી જાણે છે તે પુરુષ અવિદ્યાથી ને તેનાં કાર્યોથી મોકળો થયેલો છે એમાં લેશ પણ સંશય નથી.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.