Monthly Archives: May 2010

વેકેશન

મિત્રો,
તા.૧૪/૬/૨૦૧૦ સુધી હું વેકેશનની રજાઓ માણીશ. આ દિવસો દરમ્યાન હું, કવિતા, આસ્થા, હંસ: અને અમારા વહાલસોયા બા – બસ અન્ય કશું જ નહીં. લ્યો ત્યારે બ્લોગ જગતમાં અમે ફરી પાછા ૧૫/૦૬/૨૦૧૦ ના રોજ આવશું.

આવજો.

Categories: ઉદઘોષણા | Tags: | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૪

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી શોધું મારા શ્યામ ને, મને બતાવો મારો કાન;
અબુધ અજાણી આંધળી, મને સાચી નહીં સાન.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૩

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી અમર આશથી બની આગવી, સઘળો ઢુંઢીશ હું સંસાર
વિઠ્ઠલ વિના નહીં વિરમું, મારા પ્રાણ તણો આધાર

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

નાગદમન – (71)

સરસ્વતિ સમરૂં શારદાને, ગુણપત લાગું પાય,
હરિ ગુણ ગાય હેતથી તમે, મતિ દેજો મોરી માય
એવે સમે હરિ આવશે, કરવાને શુભ કામ –ટેક

ધરતી માથે જ્યારે ધરમ ઘટે, પાપનું વધે પૂર,
માનવ મટી સૌ દાનવ થાવે, ધર્મનું મૂળ નહીં ઉર –એવે સમે

અસુરના ઉત્પાતથી જ્યારે, પૃથ્વીને પીડાનો ન પાર,
સાધુ બ્રાહ્મણને સુખ કરવા, ધરણી ધરે અવતાર –એવે

દેવકીજીને ઉદર વસિયા, વસુદેવ દેવકીના બાળ,
નંદ જસોદાને સુખડાં આપ્યાં, ગોકુલ વસી ગોવાળ –એવેસમે

ગોવાળ સંગે ગાયો ચારે, વૃંદાવનની માંય,
ગોપબાળ સંગ ખેલ ખેલે, જમુના તીરને ત્યાંય –એવે સમે

ગેડી દડો લીધો હાથમાં ને, કાલીંદ્રીને તીર,
દડૂલો દોડાવ્યોને, પડ્યો જમુના નીર –એવે સમે

કમર કછોડો વાળ્યો કસીને, ચઢ્યા કદંબને ઝાડ,
કાલીંદ્રીમાં કુદી પડ્યા, જઇ પડ્યા પાતાળ –એવે સમે

કાલીંદ્રીમાં નાગણી સંગે, વસે કાળી નાગ,
દીનાનાથને દમન કરવું, એની કાઢવી ઝેરી આગ –એવે સમે

નાગણિયોએ નિહાળ્યો, જસોદાનો બાળ,
શાને માટે તું આવ્યો અહીં, વસે સૌનો કાળ –એવે સમે

કોને ઉદર વસ્યો બાળા, કોણ તમારાં તાત,
કોને ખોળે ખુંદણાં ખૂંદી, સાચી કહે તું વાત –એવે સમે

ચાલ્યો જા તું શામળા સુંદર, માની અમારી વાત,
સ્વામી અમારો જાગશે, તો કરશે અતિ ઉત્પાત –એવે સમે

હઠીલો છે સ્વામી અમારો, જબરો જોરાવર જોધ,
મારશે તો તારાં માત પિતા, કરશે તારી શોધ –એવે સમે

માતાપિતાના તમે કેટલા જાયા, શું તમારૂં નામ,
હઠીલા હઠ છોડી જા, તને કહે તો આપું દામ –એવે સમે

શું કરૂ નાગણ દામ તારૂં, દામનું નહીં કામ,
મામા કંસે મોકલ્યો, તેનું કરવા આવ્યો કામ –એવે સમે

મામા સંગે જુગટું ખેલતાં, તુજ સ્વામીનું હાર્યો શીશ,
તુજ સ્વામીને લઇ જવા, સોંપવા મથુરાધીશ –એવે સમે

દેવકીને હું ઉદર વસ્યો, વસુદેવ મારા તાત,
નંદની ગાયો ચારી, ખોળો ખુંદ્યો જસોદા માત –એવે સમે

માતાપિતાના અમે બે લાડકાને, કૃષ્ણ મારૂં નામ,
બલદેવ મારા બાંધવાને, ગોકુલ મારૂં ગામ –એવે સમે

જગાડ તારા નાગને હું, ભૂમીનો ભૂપાલ,
દમી નાખીશ તારા દેવને, હું કાળનો કાળ –એવે સમે

હઠીલા હઠ છોડી જા, તું છો બહુ નાનો બાળ,
આગ ઝરે મમ સ્વામી મુખે, તે દિસંતો છે કાળ –એવે સમે

ખંતેથી ખૂંખાર્યોને, મુખે મરડી મૂંછ,
ગેડી મારી કુદ્યો માથે, ઝાલી લીધું પુંછ –એવે સમે

ફૂંફવે ઘણોને ફેણ પછાડે, ઝેરી ઓકે મુખ આગ,
બળીયા બંને જોધ બાધે, ગરજે કાળી નાગ –એવે સમે

ફેર ફૂદડી ફરે ભારી, મારે ગેડી લાત,
કાલી નાગની કાયા કંપે, અંતરમાં અકળાત –એવે સમે

કાળી નાગ પર કુદ્યા વાલો, વધાર્યા વજન,

સહસ્ત્રફેણ શિથીલ બનીને, ડોલ્યો દુષ્ટ નાગન –એવે સમે

નટવર માથે નાચે કુદે, જીવન જુગદા ધાર,
નાગણિયુંના નાથને નાથ્યો, નંદના કુમાર –એવે સમે

નાગણિયુ કરે વિનતી પ્રભુ, છોડો અમારા કંથ,
અજાણી અમે ઓળખ્યા નહીં, ભૂમીના ભગવંત –એવે સમે

જમુના જલ તું છોડી જાને, રમણિક દ્વીપની માંય,
કૃપા મારી જાણ તુ કાળી, તને ભય નહીં ક્યાંય -એવે સમે

મોતીડાંનો થાળ શોભે,નાગણિયુંને હાથ,
ભજનપ્રકાશના સ્વામીને વધાવ્યાં, ત્યાં વરત્યો જયજયકાર –એવે સમે

ગાય શીખે સૂણે સાંભળે, જો કોઇ કાળી નાગદમન,
વાસ આપશે વૈકુંઠ વાલો, રાખજો પ્રભુમાં મન –એવે સમે

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

કાન તારી બંસીએ ઘેલી કરી

કાન તારી બંસીએ મને ઘેલી કરી..

કાન તારી બંસીએ મને ઘેલી કરી..
મારું ભુલાવી દીધું બધુ ભાન – કાન…

તારી બંસીના નાદે હું ઘેલી ઘુમું..
મારું અંતર અતિ અકળાય – કાન…

તારી બંસીના નાદે મારું મન મોહે..
મન મોહન મળવા ધાઈ – કાન…

તારી બંસીના નાદે મારું ચિત ચોંટે..
મને કરવા ન દીયે કાઈ કામ – કાન…

તારી બંસીના નાદે મારું દીલ ડોલે..
મને ભૂલાવે ઘર ધંધાનું ભાન – કાન…

તારી બંસીના નાદે મારી નિંદ્રા ભાગે..
મને જંપવા ન દીયે જરાય – કાન…

તારી બંસીના નાદે આ દુનિયા ડોલે..
ડોલે બ્રહ્મા, મહેશ ને શેષ – કાન…

તારી બંસીના નાદે દેવ દાનવ ડોલે..
ઓલ્યા ડોલે દશે દિકપાલ – કાન…

તારી બંસીના નાદે નભ પક્ષી થંભે..
થંભે વહેતાં યમુનાજીના નીર – કાન…

તારી બંસીના નાદે ભજનપ્રકાશ ભાન ભુલી..
ભમે રાત દિ વૃંદાવનની માંય – કાન…

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભજનામૃત વાણી | Tags: , , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૨

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી ક્યાં છે કેશવ પૂછતાં ભુલી, મેં વાતે કીધો વિશ્વાસ
ભર નિંદ્રામાં હું ભાગી નીકળી, અંતર ઉંડી આશ

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી માહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.


સખી સુતી જગાડી મને સદગુરુએ – મને કાનમાં કહીં વાત
ઉઠી ભાગી ઉતાવળી મેં, જોયા ન દીન કે રાત

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | 1 Comment

વિશ્વનું સર્વોપરી સત્ય

મિત્રો,
અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.


Categories: ચિંતન, જીવનામૃત (સંજીવની) | Tags: , , , , | 2 Comments

સંધ્યાનો વેદાંતાનુસાર વિચાર – શ્રીનથુરામ શર્મા


Categories: જીવનામૃત (સંજીવની), સાહિત્ય, સ્વાસ્થ્ય | Tags: , | 1 Comment

ધન્ય થયા

મિત્રો,
આજે હંસ: નો યજ્ઞોપવિત વિધિ સંપન્ન થયો. આજથી તે દ્વિજ બન્યો. હવે તેને સંધ્યાદિ કર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. બુદ્ધિમાં પ્રકાશ ઉપજાવનારા અને ભલભલી વિકટ પરિસ્થિતીનો પણ મક્કમતાથી સામનો કરી શકે તેવી બુદ્ધિ અને પ્રતિભા આપવા સમર્થ તેવા ગાયત્રી મંત્રનો હવે તે અધિકાર પુર્વક જપ કરી શકશે. હંસ:ની પ્રગતિનું એક વધું સોપાન સર થયું અને માતા.. પિતા… ધન્ય થયા.

આજે હંસ: ના મંડપમાં તેના માતાજી ખુબ જ શોભતા હતા. બધા લોકો કહેવા લાગ્યા કે અરે આ હંસ: તો આટલો શોભે છે પણ તેના માતાજી પણ કેવા રાધાજી જેવા શોભે છે. ત્યારે કહ્યું કે અરે તેનું નામ કવિતા છે. બધા લોકો હસવા લાગ્યા કે કવિતા આટલી સુંદર જાણે કે અમૂર્ત રાધાનું મુર્ત સ્વરૂપ અને તમે તો? ક્યાં આ રાધાજી જેવી કવિતા અને ક્યાં આ ઠેકાણા વગરના અતુલ. સા’વ કાગડો દહિંથરુ લઈ ગયો હોય તેમ લાગે છે. મનોમન કહ્યું હશે ભાઈ, શું કરીએ આપણે હાથમાં જશરેખા જ નથી.

Categories: ઉદઘોષણા, Conversations and Dialogues | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.