Daily Archives: 25/04/2010

સદાચાર સ્તોત્ર (25)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

બ્રહ્મમાં ભ્રાંતિથી આ જગતની પ્રતીતિ થઈ છે એમ જણાવે છે:

ચિન્માત્રૈકરસે વિષ્ણૌ બ્રહ્માત્મ્યૈક્યસ્વરુપકે |
ભ્રમેણૈવ જગજ્જાતં રજ્જ્વાં સર્પભ્રમો યથા ||૨૫||

શ્લોકાર્થ: જેમ દોરડીમાં સર્પની ભ્રાંતિ થાય છે તેમ કેવલચૈતન્ય, એકરસ ને બ્રહ્મ તથા આત્માના એકપણાના સ્વરૂપવાળા વ્યાપકતત્વમાં ભ્રાંતિ વડે જ જગત ઉપજ્યું છે.

ટીકા: જેમ મંદાંધકારમાં પડેલી દોરડીમાં મનુષ્યને સર્પની ભ્રાંતિ થાય છે તેમ ચૈતન્યમાત્ર, સર્વત્ર સમરૂપે રહેલું, ને બ્રહ્મ તથા આત્માના એકપણાના સ્વરૂપવાળું જે વ્યાપકતત્વ છે તેમાં અજ્ઞાનીઓની ભ્રાંતિ વડે જ તેમને આ નામરૂપવાળું સર્વ જગત પ્રતીત થયું છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.