અનેકમાં મારો એક જ આત્મા – નાથા ભગત

રાગ: મઢીમાં સાધુ


અનેકમાં મારો એક જ આત્મા, સરખો બીરાજે ભાઈ
રાખવી કોનાથી સાચી સગાઈ, રાખવી કોનાથી સાચી સગાઈ …(૧)

આસક્ત થયો હું મારા સ્વરૂપમાં, મને દ્વૈત જરા ન દેખાય
કોનો કરુ તીરસ્કાર જગતમાં, કરુ કોનાથી પ્રીતી ભાઈ – રાખવી … (૨)

નામી અનામીમાં મુજને ભાળું, મેદની આખુ સ્વરૂપ મારુ લાગે
એકાંતરૂપી અરણ્ય હું માણું, કોલાહલનો ક્લેશ ન લાગે – રાખવી ….(૩)

કોઇ નથી મારે દુશ્મન આ જગમાં, નથી કોઈ દોસ્ત મારે
કોને કોને તરછોડવા જગમાં, કોને ચુંબન કરવા ગાલે – રાખવી ….(૪)

કોને કહેવાં ખરાબ મારે, મને કોઈ પરાયા ન લાગે
નાથાભગત કહે મુજમાં મસ્ત થયો, જ્યાં જોવુ ત્યાં સ્વરૂપ મારુ લાગે – રાખવી ….(૫)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

Post navigation

2 thoughts on “અનેકમાં મારો એક જ આત્મા – નાથા ભગત

  1. “કોને કહેવાં ખરાબ મારે, મને કોઈ પરાયા ન લાગે
    નાથાભગત કહે મુજમાં મસ્ત થયો, જ્યાં જોવુ ત્યાં સ્વરૂપ મારુ લાગે”

    બસ આટલું એક સમજાય તો ઘણું છે… આ લવણયુક્ત સંસારસાગરમાં રહેલું ’મીઠું’ પણ ’મીઠું’ થઇ જાય !
    ઉત્તમ દર્શન – સરળ શબ્દોમાં. ’Low living and High thinking’. આભાર.

  2. pushpa r rathod

    NATHABHAGAT KHE MUJMA MAST THYO, JYA JOVU TYA SVRUP TUJ DEKHY EMA HU N BACHYO,TO BACHYO KON? BATVO

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: