Daily Archives: 22/04/2010

અનેકમાં મારો એક જ આત્મા – નાથા ભગત

રાગ: મઢીમાં સાધુ


અનેકમાં મારો એક જ આત્મા, સરખો બીરાજે ભાઈ
રાખવી કોનાથી સાચી સગાઈ, રાખવી કોનાથી સાચી સગાઈ …(૧)

આસક્ત થયો હું મારા સ્વરૂપમાં, મને દ્વૈત જરા ન દેખાય
કોનો કરુ તીરસ્કાર જગતમાં, કરુ કોનાથી પ્રીતી ભાઈ – રાખવી … (૨)

નામી અનામીમાં મુજને ભાળું, મેદની આખુ સ્વરૂપ મારુ લાગે
એકાંતરૂપી અરણ્ય હું માણું, કોલાહલનો ક્લેશ ન લાગે – રાખવી ….(૩)

કોઇ નથી મારે દુશ્મન આ જગમાં, નથી કોઈ દોસ્ત મારે
કોને કોને તરછોડવા જગમાં, કોને ચુંબન કરવા ગાલે – રાખવી ….(૪)

કોને કહેવાં ખરાબ મારે, મને કોઈ પરાયા ન લાગે
નાથાભગત કહે મુજમાં મસ્ત થયો, જ્યાં જોવુ ત્યાં સ્વરૂપ મારુ લાગે – રાખવી ….(૫)

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

સદાચાર સ્તોત્ર (22)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

તારું વાસ્તવિક સ્વરૂપ તો આવું છે એમ કહે છે.

વિશુદ્ધ કેવલં જ્ઞાનં નિર્વિશેષં નિરન્જનમ |
યદેકં પરમાનન્દં તત્વમસ્યદ્વ્યયં પરમ || ૨૨ ||

શ્લોકાર્થ: જે અત્યંત શુદ્ધ, કેવલ, ચૈતન્ય, વિશેષોથી રહિત, અવિદ્યારૂપ અંજનથી રહિત, એક, પરમાનંદ, અદ્વય ને પર છે, તે તું છે.

ટીકા: જે બ્રહ્મ, માયા ને માયાનાં કાર્યોથી અત્યંતરહિત, સર્વ સંગથી રહિત, સર્વદા ચિદ્રુપ, નામ રૂપ જાતિ ને ક્રિયા આદિ વિશેષોથી રહિત, અવિદ્યારૂપ મલિનતાથી રહિત, સજાતીયાદિ ભેદથી રહિત, પરમાનંદસ્વરૂપ, અદ્વિતીય અને સુક્ષ્મતમ તથા વ્યાપકતમ છે તે બ્રહ્મ તું છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.