Daily Archives: 21/04/2010

શિવજ્ઞાને જીવસેવા – મદારી નિવાસ યોજના
Categories: શ્રી રામકૃષ્ણ મીશન | Tags: | Leave a comment

સદાચાર સ્તોત્ર (21)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે કોઈ સદગુરુ પોતાના સાધનસંપન્ન શિષ્યને આત્મસ્વરૂપનો ઉપદેશ કરે છે.

ન ત્વં દેહો નેન્દ્રિયાણિ ન પ્રાણો ન મનો ન ધી: |
વિકારિત્વાદ્વિનાશિત્વાદ દ્રશ્યત્વાચ્ચ ઘટો યથા || ૨૧ ||

શ્લોકાર્થ: જેમ વિકારીપણાથી, વિનાશીપણાથી ને દ્રશ્યપણાથી ઘડો તું નથી, તેમ તું શરીર નથી, ઈંદ્રિયો નથી, પ્રાણ નથી, મન નથી, ને બુદ્ધિ નથી.

ટીકા: જેમ ઉત્પત્તિની પહેલાં હોવું, ઉત્પન્ન થવું, વધવું, ભિન્ન ભિન્ન પરિણામને પામવું, ઘટવા માંડવુ ને નાશ પામવું આ છ ભાવવિકારો ઘડામાં રહેલા હોવાથી, તથા ઘડો દ્રશ્ય હોવાથી, તે ઘડો તું નથી, તેમ તારું સ્થૂલશરીર, શ્રોત્રાદિ ને વાગાદિ ઈંદ્રિયો, પ્રાણાદિ પ્રાણો, સંકલ્પવિકલ્પરૂપ ધર્મવાળું મન ને નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ પણ વિકારી, વિનાશી ને દ્રશ્ય હોવથી તારું વાસ્તવિક સ્વરૂપ નથી, તું તો તે સર્વથી વિલક્ષણ અર્થાત અવિકારી, અવિનાશી ને સર્વ દ્રશ્યનો દ્રષ્ટા છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.