Daily Archives: 16/04/2010

સદાચાર સ્તોત્ર (18)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે આત્મસાક્ષાત્કારનાં સમીપનાં ત્રણ સાધનો વર્ણવે છે.

વેદાન્તશ્રવણં કુર્યાત મનનં ચોપપત્તિભિ: |
યોગેનાભ્યસનં નિત્યં તતો દર્શનમાત્મન: || ૧૮ ||

શ્લોકાર્થ: વેદાંતનું શ્રવણ કરે, યુક્તિઓ વડે તેનું મનન કરે, અને યોગ વડે નિત્ય તેનો અભ્યાસ કરે, તેથી આત્માનો સાક્ષાત્કાર થાય છે.

ટીકા: મુમુક્ષુ પ્રથમ વિવેક, વૈરાગ્ય, શમાદિ છ સંપત્તિ ને તીવ્ર મુમુક્ષુતા પ્રાપ્ત કરી પછી શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદગુરુની પાસેથી ઉપનિષદાદિનું આદરપૂર્વક શ્રવણ કરે, પછી ભેદનો બાધ કરીને અભેદને સિદ્ધ કરવાની યુક્તિઓ વડે એકાંતમાં સ્વસ્થ મને તે સાંભળેલા વિષયનું મનન કરે, પશ્ચાત પોતાના ચિત્તને બ્રહ્મમાં એકાગ્ર કરવાનો નિત્ય અભ્યાસ કરે. આ સાધન વડે મુમુક્ષુને આત્માનો સાક્ષાત્કાર થાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.