Daily Archives: 15/04/2010

સદાચાર સ્તોત્ર (17)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે દાનના તથા વૈરાગ્યના અવધિનું લક્ષણ જણાવે છે:

અભયં સર્વભૂતાનાં દાનમાહુર્મનીષિણ: |
નિજાનન્દે સ્પૃહા નાન્યદ્વૈરાગ્યસ્યાવધિર્મત: || ૧૭ ||

શ્લોકાર્થ: સર્વ પ્રાણીઓને અભય આપવું તેને બુદ્ધિમાનો દાન કહે છે, અને નિજાનંદમાં સ્પૃહા, બીજામાં નહિ, તે વૈરાગ્યનો અવધિ માનેલો છે.

ટીકા: અભયરૂપ બ્રહ્મના ઉપદેશ વડે અધિકારી સર્વ પ્રાણીઓને અભયરૂપ બ્રહ્મમાં સ્થિર કરવાં તેને બુદ્ધિમાનો વાસ્તવિક દાન કહે છે. અન્નાદિનું દાન એ ગૌણ દાન છે. નિરૂપાધિક નિરવધિ ને સ્વાધીન આત્માનંદમાં જ માત્ર સ્પૃહા, પણ શબ્દાદિ વિષયોમાં તથા તેનાં ઉપકરણોમાં સ્પૃહા નહિ તેને વિદ્વાનોએ વૈરાગ્યનો છેડો માનેલો છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.