Daily Archives: 12/04/2010

સદાચાર સ્તોત્ર (૧૪)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

યોગીના સ્વાધ્યાયના, ધ્યાનના તથા સાક્ષાત્કારના સ્વરૂપને કહે છે:

મૌનં સ્વાધ્યાયો ધ્યાનં ધ્યેયબ્રહ્માનુચિન્તનમ |
જ્ઞાનેનેતિ તયો: સમ્યગ્નિષેધાન્તપ્રદર્શનમ || ૧૪ ||

શ્લોકાર્થ: મૌન સ્વાધ્યાય છે, ધ્યાન કરવા યોગ્ય બ્રહ્મનું વારંવાર ચિંતન ધ્યાન છે, ને જ્ઞાન વડે તે બંનેના યથાર્થ નિષેધના અવધિનો સાક્ષાત્કાર છે.

ટીકા: વાણીનો નિરોધ સેવવો વા તૂષ્ણીભાવને પામવું એ શાસ્ત્રનું સાર્થ અધ્યયન છે. ધ્યાન કરવા યોગ્ય પરમ તત્વમાં વારંવાર પોતાના મનને જોડવું એ ધ્યાન છે, અને પરમ તત્વના અનુભવ વડે યોગીને વાણીના તથા મનના વા મૌનના તથા ધ્યાનના યથાર્થ નિષેધના અવધિરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 1 Comment

Create a free website or blog at WordPress.com.