Daily Archives: 08/04/2010

સદાચાર સ્તોત્ર (૧૦)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીના જપનું સ્વરૂપ કહે છે:

સર્વત્ર પ્રાણિનાં દેહે જપો ભવતિ સર્વદા |
હંસ: સોહમિતિ જ્ઞાત્વા સર્વબન્ધૈ: પ્રમુચ્યતે || ૧૦ ||

શ્લોકાર્થ: પ્રાણીઓના શરીરમાં સર્વત્ર સર્વદા “હંસ:” વા “સોહં” (હું તે અથવા તે હું) આ જપ થાય છે. તેને અનુભવીને યોગી સર્વ બંધોથી સારી રીતે મોકળો થાય છે.

ટીકા: સર્વ પ્રાણીઓનાં શરીરોમાં સર્વ સ્થળે સર્વ સમયમાં ઉચ્છવાસની સાથે હં ને શ્વાસની સાથે સ: અથવા તેને ઊલટાવીએ તો શ્વાસની સાથે સો ને ઉચ્છવાસની સાથે હં એવું ઉચ્ચારણ સ્વાભાવિક રીતે થયા કરે છે. હંસ: વા સોહં (હું તે પરમાત્મા છું અથવા તે પરમાત્મા હું છું) એ જપને અનુભવ વડે જે યોગી જાણે છે તે બ્રહ્મજ્ઞાન વડે સંસારના સર્વ બંધનોથી સારી રીતે મોકળો થાય છે. હંસ: તે અહં સ: નું ટુંકું રૂપ છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.