Daily Archives: 07/04/2010

સદાચાર સ્તોત્ર (9)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીઓની સંધ્યાનું સ્વરૂપ કહે છે:

લયવિક્ષેપયો: સન્ધૌ મનસ્તત્ર નિરામિષમ |
સ સન્ધિ: સાધિતો યેન સ મુક્તો નાત્ર સંશય: || ૯ ||

શ્લોકાર્થ: લયનો ને વિક્ષેપનો જે સંધિ છે તે સંધિમાં મન માંસરહિત (વિષયરહિત) છે. તે સંધિ જેણે સિદ્ધ કર્યો છે તે મુક્ત છે એમાં સંશય નથી.

ટીકા: વૃત્તિના લયની ને વૃત્તિની ઉત્પત્તિની વચ્ચે વૃત્તિનો સંધિ કહેવાય છે. તે સંધિ બ્રહ્મરૂપ છે. તે સંધિરૂપ બ્રહ્મમાં મન અંતરના ને બહારના વિષયોરૂપ માંસના આહારથી રહિત હોય છે, અર્થાત તેની નિરાલંબ સ્થિતિ હોય છે. તે બ્રહ્મરૂપ સંધિનો અભ્યાસ વડે જેણે અનુભવ કર્યો છે તે પુરુષ સંસારથી ને તેના કારણ અજ્ઞાનથી મોકળો થયેલો છે તેમાં શંકા નથી.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.