Daily Archives: 06/04/2010

સદાચાર સ્તોત્ર (૮)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

નીચેના શ્લોકમાં યોગીઓના અઘમર્ષણનું નિરૂપણ કરે છે:

અથાઘમર્ષણં કુર્યાત પ્રાણાપાનનિરોધત: |
મન: પૂર્ણે સમાધાય મગ્નકુમ્ભો યથાર્ણવે || ૮ ||

શ્લોકાર્થ: ઉપર કહેલું સ્નાન કર્યા પછી પ્રાણને અને અપાનને રોકવારૂપ અઘમર્ષણ કરે. જેમ સમુદ્રમાં ડૂબેલો ઘડો રહે તેમ મનને પૂર્ણમાં સારી રીતે સ્થિર કરીને રહે.

ટીકા: પૂર્વે કહેલું સ્નાન કર્યા પછી તે યોગી ઊર્ધ્વ ગતિવાળા પ્રાણના વેગને ને અધોગતિ વાળા અપાન વાયુના વેગને રોકવારૂપ અંત:કરણના મલિન સંસ્કારોને બાળી નાખનારી અઘમર્ષણની ક્રિયા કરે. જેમ સમુદ્રમાં ડૂબેલો ઘડો સ્થિર રહે છે તેમ યોગીએ પોતાના મનને સર્વવ્યાપક બ્રહ્મમાં સારી રીતે સ્થાપન કરીને સ્થિર રહેવું જોઈએ. મનને બ્રહ્મમાં નિમગ્ન કરીને પ્રાણાપાનનો નિરોધ કરવો તેને અહીં અઘમર્ષણ કહેલું છે.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.