Daily Archives: 05/04/2010

સદાચાર સ્તોત્ર (7)

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

હવે યોગીઓના સ્નાનનું સ્વરૂપ કહે છે:

મન્મનો મીનવન્નિત્યં ક્રીડત્યાનન્દવારિધૌ |
સુસ્નાતસ્તેન પૂતાત્મા સમ્યગ્વિજ્ઞાનવારિણા || ૭ ||

શ્લોકાર્થ: મારું મન માછલાની પેઠે નિત્ય સુખસાગરમાં ક્રીડા કરે છે. તે યથાર્થ વિજ્ઞાનરૂપ જલ વડે હું સારી રીતે સ્નાન કરેલો છું તેથી પવિત્ર સ્વરૂપ વાળો છું.

ટીકા: મારું અંત:કરણ સમુદ્રમાં રમત કરનારા માછલાની પેટે સર્વદા આનંદસાગર બ્રહ્મમાં રમત કરે છે. બ્રહ્મના યથાર્થ અનુભવરૂપ જલ વડે મેં અવિદ્યારૂપ મેલ નીકળી જાય એવી રીતે સ્નાન કરેલું છે, તેથી હું મારા પવિત્રસ્વરૂપના અનુભવવાળો થયો છું.

Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.