બ્લોગજગત
તા. ૧ એપ્રીલ ૨૦૧૦
જાણીતા ગુર્જર બ્લોગ જગતમાં એક બ્લોગર તા.૨૫.૩.૨૦૧૦ ના રોજ મૃતસ્થ થયો હતો. આ સમાચારથી તેમના સ્વજનોને દુ:ખથી અને વિરોધીઓને હર્ષથી આંખમાં આંસુ આવ્યા હતા. શૈલેષભાઈ, અશોકભાઈ અને બ્લોગાચાર્યના ખાસ સ્નેહી કે જેમની પાસેથી અમે નાટક ચેટક કરતા શીખ્યા છીએ તે આ સમાચારને તરત જ જાણી ગયા હતા કે નક્કી દાળમાં કાઈક કાળું છે. પણ જો એમ અમારી આગોતરી યોજના બહાર પડી જાય તો આ હાસ્યરસ અને વીરરસથી છલકાતા બ્લોગ જગતમાં કરૂણરસ ક્યાંથી આવે. તેથી રમતને શક્ય તેટલું ગંભીર સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ મૃતસ્થની સદગતી માટે મૃતસ્થે પોતાની મેળે મેળે જ આદિ શંકરાચાર્યજીના સદાચાર સ્તોત્રનું પારાયણ બેસાડ્યું હતું (જે હજુ ચાલુ જ છે) અને આ પારાયણના મંગલાચરણથી મૃતસ્થના ખોળીયામાં સળવળાટ થયો હતો. અને માત્ર ૩ જ શ્લોક સાંભળવાથી આ મૃતસ્થ ફરી પાછો પુન: સજીવન થયો છે. હવે એકવીશમી સદીમાં આવા અંધશ્રદ્ધાના અંધારાને કોણ માનશે? તેમ છતાં જેવી રીતે આ બ્લોગ જગતમાં અંધશ્રદ્ધાનું અંધારુ ફેલાય છે તેવી જ રીતે શ્રધ્ધાના દિપકો પણ જલતા જ રહે છે.
આ સદાચાર સ્તોત્રનું જે પઠન પાઠન કરશે તે બ્લોગજગતના રાગ – દ્વેષથી મુક્ત થઈ જશે. જે આ સદાચાર સ્તોત્રને જીવનમાં ઉતારશે તે મૃત્યુ લોકમાં જીવનમુક્ત થશે અને મૃત્યુ બાદ વિદેહમુક્તી પામશે.
તા થૈયા થૈયા થઈ થઈ.
બોલો સદાચાર સ્તોત્રની જય.
નટવરની જય હો.
નટરાજની જય હો.