સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા

દોહરો

બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુપાય;
સદાચારની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧

આ સ્તોત્રમાં સદરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શાવેલા છે, તેથી આ સ્તોત્રનું નામ સદાચાર સ્તોત્ર રાખવામાં આવ્યું છે.

ટીકાની નિર્વિઘ્ને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપાલન કરવા ટીકાકાર નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે:-


સદગતની નોંધ:- અમે તા.૨૫.૦૩.૨૦૧૦ ના રોજ ફાની બ્લોગજગત છોડીને વાસ્તવિક મૃત્યુ લોકમાં સિધાવી ગયા છીએ. સામાન્ય રીતે સદગતની સદગતી માટે તેના કુટુંબીજનો શ્રીમદ ભાગવત, ભગવદગીતા વગેરે આધ્યાત્મિક પુસ્તકોના પારાયણનું આયોજન કરતા હોય છે. આમ તો આ પારાયણ જીવતે જીવ કરવાનું હોય છે પણ ઘણાના મૃત્યુ બાદ કુટુંબીજનો આવું પારાયણ કરે. સામાન્ય રીતે એવું જોવા મળતું નથી કે મૃત્યુ પામનાર પોતે જ પોતાની પાછળ પારાયણ કરે, પણ આ બ્લોગજગત આવી ખુબીઓથી ભરેલું હોવાથી અહીં મૃત્યુલોકમાં સીધાવી જનાર પણ પોતાની પાછળ પારાયણ બેસાડી શકે. આ સદગતે પોતાની પાછળ શ્રીમત આદિ શંકરાચાર્યજી મહારાજના સદાચાર સ્તોત્રનું પારાયણ કરાવવાનું નક્કી કરેલ છે. તો જેમને આ પારાયણમાં રસ હોય અને મૃતસ્થની સદગતીની ભાવના વાળા હોય તેમને આ પારાયણના પાઠ કરવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.


Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 10 Comments

Post navigation

10 thoughts on “સદાચાર સ્તોત્ર

 1. મૃતસ્થની આ બ્લોગ જગતમાંથી મૃત્યુલોકમાં સદગતી થતી હોય તો પારાયણના પાઠ કરવામાં જરાય વાંધો નથી….!!!

 2. || સ્વાગત || (આદત મુજબ થોડું પિષ્ટપીંજણ !!! )

  સદાચાર = ’પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ.’
  સદાચાર = ’( વેદાંત ) વેદાદિ શાસ્ત્રોને અનુસરનાર જે આચાર તે.’
  સદાચાર = ’શિવનાં હજાર માંહેનું એક નામ.’
  સદાચાર = ’શિષ્ટાચાર; સારો આચાર; સદાચરણ; શિષ્ટ પુરુષોનો આચાર. ગાંધીજી લખે છે કે, “જગત કાંઈ બુદ્ધિથી ચાલતું નથી, હૃદયથી ચાલે છે. આ જગતમાં બુદ્ધિ રાજ્ય નહિ કરે પણ આત્મા રાજ્ય કરશે. આત્મા રાજ્ય કરશે એટલે સદાચાર રાજ્ય કરશે. અત્યારે સદાચાર નથી એમ હું નથી કહેવા માગતો. પણ અહીં હું સદાચાર ખાસ અર્થમાં વાપરું છું. સદાચાર એટલે ધર્માચાર.” ’ (સૌ. ભગવદ્‌ગોમંડલ)

  અને સ્તોત્ર = વખાણતું ગીત, વખાણ.
  આમ, ગુર્જરગિરામાં (ગુજરાતી ભાષામાં) લખાયેલ આ સદ્‌+આચારના વખાણ ખરેખર ગમશે. આભાર.

  • શ્રી અશોકભાઈ,

   આપે એકદમ બરાબર અર્થ કર્યા છે. આપની પાસેથી ઘણું જાણવા મળે છે.

 3. Atul….The subject of “BLOG JAGAT” is discussed here…You must come out of this and be “yourself” & let “your Atma” be “free” as before !
  This MORTAL WORLD will remain…..within it you or me and others play our parts…..you can not be “within & without”……what you see as the “death” is actually the “burning fire” within !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Atul…..I said what was within my Heart…..& I know “one day” you WILL be yourself “all free ” !

  • શ્રી ચન્દ્રવદનકાકા,

   હું ઉડતા પંખી જેવો હતો, બ્લોગ જગતમાં બધે ઉડા ઉડ કરતો હતો અને મજાના ટહુકા કરતો હતો ધીરે ધીરે લોકોને મારા ટહુકામાં કર્કશતા દેખાણી. મારી નમ્રતામાં નબળાઈ દેખાણી અને સ્વાભીમાનમાં અહંકાર દેખાણો. લોકોએ અહીં જુથો બનાવ્યા અને એકલ દોકલ લોકોની ઠેકડી ઉડાડવાનું શરુ કર્યું. મજાક, ગમ્મત અને ઉપદેશ પણ મર્યાદામાં શોભે. લોકોએ કદી પોતાની સામે જોયું નહી અને બીજાની સામે આંગળી ચીંધી. મને કાઈ સાચુ કહેવાનો અભરખો નથી પણ નવા લોકોને પ્રોત્સાહન આપવાની બદલે અહીં તેને પછાડી દેવાની કોશીશ થાય છે. અને એટલે મારે આવા નથી સમજાયા એવા વિષયો લેવા પડે છે. કાકા આપનું કામ ઘણું જ સુંદર છે. આપની સરળતા અને સમાજને ઉપયોગી થવાની ભાવના ખરે જ પ્રેરણાદાયક છે. અગ્નિતો પ્રગટ્યો જ છે પણ મારે તેને આગની નહીં પણ અજવાળાની દીશા આપવી છે એટલે તો માથાકૂટ કરુ છું.

 4. શ્રી અતુલ ભાઈ,
  આપના ટહુકામાં કર્કશતા દેખાતી હોય તો આમારી ત્રાડ માં તો શું નહિ દેખાતું હોય?હું આ જગત માં આવ્યો ત્યારે મને તો ખબર જ ના હતી કશી.મારે તો ફક્ત લખવું હતું.કોઈને કેવું લાગશે તેની મને ફિકર ના હતી.હું તો લખીને મારા કોમ્પ્યુટર માં ડોક્યુમેન્ટ માં બધું લોડ કરી રાખવાનો હતો.એમાં વળી આ બ્લોગ જગત મળ્યું.થયું લાવો થોડું આમાં મુકીએ.વાંચવું હશે તે વાચસે.અહી કોમ્પ્યુટર માં પણ ઝાઝી સમજ પડતી નથી.ઈન્ડીક ટ્રાંસલીટરેશન પણ માંડ મળ્યું,અને એમાં લખીને બ્લોગ માં કોપી પેસ્ટ કરતા ના આવડે.પાછું મારા દીકરાએ શીખવાડ્યું.હું પણ નવો હતો.બીજા લોકો ના બ્લોગ માં એમના વિષે વાંચું તો ઘણા બધા વેલકમ ના પ્રતિભાવો હોય.મારામાં તો પહેલા આવ્યા પંચમભાઈ અને પછી યશવંતભાઈ.પછી આપ આવ્યા.હવે તો કદાચ આપ આપના બ્લોગ કરતા મારો બ્લોગ વધારે ખોલતા હસો.આપણું ગ્રુપ ક્યાં ઓછું છે?સિંહોના ટોળાં થોડા હોય?અજવાળું કરીને તો ઘણા લોકો થાક્યા,કોને ચાલવું છે?મારે તો આગ લગાવવી છે આગ.તોજ લોકો જાગશે.પછી એમનું નસીબ.

  • શ્રી ભુપેન્દ્રસિંહજી,

   આપ અંદર-બહાર આગ લગાડો છો અને હું અંદર અજવાળું કરવાનો પ્રયાસ કરુ છુ. બહાર બધુ નષ્ટ થાય તો યે માણસ પોતાના સ્વરુપમાં પાછો વળે અને અંદર અજવાળું થાય તો યે સ્વરુપનો આનંદ પ્રાપ્ત કરે.

   અને બહાર પણ “તેન ત્યક્તેન ભુંજીથા” ની જેમ ભોગવવાની ક્યાં ભગવાન પણ મનાઈ કરે છે, પણ આ તો ધરાર ધણી થવું હોય તેનું શું થાય?

 5. અતુલભાઈ, કોઈથી ભાગશો નહીં. 2-3 વર્ષ પહેલાંના કટુ અનુભવો થવા છતાં હું હજીપણ રમ્યા જ કરું છું, કોઈ ના રમે તો વારાફરતી બન્ને બાજુ બેસીને પણ રમુ તો ખરો જ!

  • શ્રી ચિરાગભાઇ,

   આપ સહુ જેવા મિત્રો અહીં મળ્યા કરતા હોય પછી ભાગે કોણ? પણ આ તો સંગનો રંગ લાગ્યા કરે છે. વચ્ચે વચ્ચે કવિઓ સાથે ઉઠવા બેસવા લાગ્યો તો કવિતા કરવા મંડ્યો. પછી વળી સમરાંગણ માં આંટો મારવા ગયો તો મહાભારતનું યુદ્ધ આદરી બેઠો. હમણાં હમણા નાટક / ચેટક અને ભવાઈ જોવાના રવાડે ચડી ગયો તો એટલે આ જુઓને ભવાઈ કરવા લાગ્યો છું.

   બાકી રમત તો ચાલુ જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: