Daily Archives: 29/03/2010

સદાચાર સ્તોત્ર

સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ
ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ

મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા

દોહરો

બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુપાય;
સદાચારની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧

આ સ્તોત્રમાં સદરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શાવેલા છે, તેથી આ સ્તોત્રનું નામ સદાચાર સ્તોત્ર રાખવામાં આવ્યું છે.

ટીકાની નિર્વિઘ્ને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપાલન કરવા ટીકાકાર નમસ્કારરૂપ મંગલાચરણ કરે છે:-


સદગતની નોંધ:- અમે તા.૨૫.૦૩.૨૦૧૦ ના રોજ ફાની બ્લોગજગત છોડીને વાસ્તવિક મૃત્યુ લોકમાં સિધાવી ગયા છીએ. સામાન્ય રીતે સદગતની સદગતી માટે તેના કુટુંબીજનો શ્રીમદ ભાગવત, ભગવદગીતા વગેરે આધ્યાત્મિક પુસ્તકોના પારાયણનું આયોજન કરતા હોય છે. આમ તો આ પારાયણ જીવતે જીવ કરવાનું હોય છે પણ ઘણાના મૃત્યુ બાદ કુટુંબીજનો આવું પારાયણ કરે. સામાન્ય રીતે એવું જોવા મળતું નથી કે મૃત્યુ પામનાર પોતે જ પોતાની પાછળ પારાયણ કરે, પણ આ બ્લોગજગત આવી ખુબીઓથી ભરેલું હોવાથી અહીં મૃત્યુલોકમાં સીધાવી જનાર પણ પોતાની પાછળ પારાયણ બેસાડી શકે. આ સદગતે પોતાની પાછળ શ્રીમત આદિ શંકરાચાર્યજી મહારાજના સદાચાર સ્તોત્રનું પારાયણ કરાવવાનું નક્કી કરેલ છે. તો જેમને આ પારાયણમાં રસ હોય અને મૃતસ્થની સદગતીની ભાવના વાળા હોય તેમને આ પારાયણના પાઠ કરવા માટે નિમંત્રણ આપવામાં આવે છે.


Categories: સદાચાર સ્તોત્ર | Tags: , | 10 Comments

Create a free website or blog at WordPress.com.