Daily Archives: 23/03/2010

ગાયત્રી મંત્ર

મિત્રો,

જન્મથી બ્રાહ્મણ હોવાને લીધે અને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલા હોવાથી દરરોજ યથા શક્તિ ગાયત્રી મંત્રનું રટણ કરુ છું. આ મંત્રના જપથી મને ઘણી જ શાંતિ પ્રાપ્ત થાય છે તે મારો સ્વાનુભવ છે. વેદમૂર્તી અને તપોનિષ્ઠ આચાર્ય શ્રી રામ શર્માજીના ઉપનિષદોનો સંદેશ વાંચીને ઘણો જ પ્રભાવિત થયો છુ અને તેમના મહાન જ્ઞાનથી મારી અલ્પબુદ્ધિમાં ઘણો પ્રકાશ થયો છે. ઘણા લોકો એમ માને છે કે મને આ વૈદિક સંસ્કૃતિમાં વિશ્વાસ નથી અને હું આડંબરી, અહંકારી અને મિથ્યા બકવાસ કરનારુ વાજુ બની ગયો છું. તે સર્વને મારે એટલું જ કહેવાનું છે કે હું વૈદિક સંસ્કૃતિમાં સંપુર્ણપણે આસ્થા ધરાવું છુ અને આ સંસ્કૃતિ માટે મને અનહદ માન છે. મારો પ્રયાસ અહીં કશાનો વિરોધ કરવા માટેનો નથી પણ બધી બાબતોમાથી સાર ગ્રહણ કરવાનો જ છે તેની નોંધ લેવા નમ્રે ભાવે વિનંતી કરુ છું.

Categories: ઉદઘોષણા | Tags: | 3 Comments

Create a free website or blog at WordPress.com.