શબ્દોની અસર – મિત્રના ઈ મેઈલ પરથી

શું શબ્દોની અસર પાણી ઉપર થાય ખરી? ડો. માસારુ ઈમોટો, એક જાપાનના વૈજ્ઞાનિક એવું માને છે. અને તેની પાસે સાબીતી પણ છે.

Can water be affected by our words?

Dr. Masaru Emoto, a Japanese scientist, believes so. And he has proof.

ડો.ઈમોટોએ પાણીની નાની બૂંદો લઈને, તેની ઉપર જુદા જુદા શબ્દપ્રયોગો કર્યા, સંગીત સંભળાવ્યું, અને જુદા જુદા વાતાવરણમાં મુક્યા. ત્યાર પછી તેમને ૩ કલાક સુધી સ્થીર રાખીને જમાવી દીધા. પછી તેમણે તેની સ્ફટીકરચનાનું સુક્ષ્મદર્શકયંત્રમાં અંધકાર ક્ષેત્રમાં અવલોકન કર્યું અને છબી ઉતારી.

Dr. Emoto took water droplets, exposed them to various words, music, and environments, and froze them for three hours. He then examined the crystal formations under a dark field microscope. And he took photographs.

પરીણામ અત્યંત અદભૂત મળ્યું.

The results were totally mind-blowing.

અહીં સામાન્ય પાણીની છબી છે કે જેની ઉપર કશી દિવ્યવાણીઓ ઉચ્ચારવામાં આવી નથી, તેની સ્ફટીક રચનામાં ઘણી ગરબડ છે.

Here’s a photo of ordinary water without any prayer spoken over it. The molecular structure is in disarray.

નીચેની છબી તેની ઉપર દિવ્યવાણી ઉચ્ચાર્યા પછીની છે. પરીણામ ઘણું વિસ્મયકારી છે.

The photo below is water after the prayer was said. It’s simply breathtaking. (I now have a great respect for praying before meals! More on this later.)

ડો.ઈમોટોએ પાણીને ઘોંઘાટભર્યા ધાત્વિક સંગીત સમક્ષ ,મુક્યું. અને તે નીચે પ્રમાણે લાગે છે. જાણે કે ઉદાસ.

Dr. Emoto also exposed water to Heavy Metal music. Here’s how it looks like. Looks sad if you ask me.

હવે પાણીને શાસ્ત્રિય સંગીત અને લોકનૃત્ય સમક્ષ રાખવામાં આવ્યું. અને હવે તે ઘણું સારુ લાગે છે, બરાબર ને?

Here’s water exposed to classical music and folk dance music. Looks much better, right?

પછી ડો.ઈમોટોએ કાગળમાં આ પાણીને મુક્યું કે જેમાં લખ્યું હતુ કે “તે મને માંદો પાડી દીધો, હું તને મારી નાખીશ” ,અને હવે જુઓ તે કેવું દેખાય છે.

Next, Dr. Emoto stuck a piece of paper with these words: “You make me sick. I will kill you.” Here’s how the frozen water droplets looks like under the microscope…

નીચે જુઓ આ પાણી ને જ્યારે “પ્રેમ” લખેલા કાગળ પર મુકવામાં આવ્યું.તફાવત ઘણો વિસ્મયકારક છે.

Below is how water looked like with the words “Love” over it. The difference is amazing.

આ પ્રદૂષીત પાણી છે….

This is Polluted water…

આ Lourdes, ફ્રાંસ નું પાણી છે. બીલકુલ સુંદર છે, બરાબર ?

This is water from Lourdes , France . Utterly beautiful, right?

એક મિનિટ ઉભા રહો, શું તમે પાણીથી બનેલા નથી?

Wait A Minute— Aren’t You Made Up Of Water?

હા, તમારા શરીરનો ૭૨% બ્ભાગ પાણીથી બનેલો છે. વિચાર કરો કે શબ્દોની અસર તમારા ઉપર કેવી થતી હશે? તમે જ્યારે કહો છો કે “હું નિષ્ફળ છું”, “હું નકામો છું” અથવા તો “મને સારુ નથી” કલ્પના કરો કે આ શબ્દોથી તમારુ સ્વાસ્થ્ય કેટલું બધુ નબળું પડી જશે?

Yes! 72% of your body is made up of water. Imagine how your words affect your own body. When you say, “I’m a failure,” or “I’m hopeless,” or “I won’t get well,” imagine how these words weaken your health.

હંમેશા પોતાની જાતને માટે ઉંચુ સન્માન રાખો અને વારંવાર કહો “હું અદભુત છું” અને “હું સુંદર છું”

Make a choice to say the best words out there. Say often, “I’m wonderful,” and “I’m beautiful,”.

આ માત્ર પાણીની જ વાત નથી.

It’s not only water.

ડો.ઈમોટોએ રાંધેલા ચોખા ઉપર પણ પ્રયોગ કર્યો. તેમણે એક કપ જેટલા રાંધેલા ચોખા બે જુદી જુદી હવાચૂસ્ત બરણીમાં રાખ્યાં. એકની ઉપર લખ્યું “હું તને પ્રમ કરુ છું” અને બીજા ઉપર લખ્યું “તું મુરખ છો”. લગલગાટ ૩૦ દિવસ સુધી રોજ ડો.ઈમોટોએ આ શબ્દો બંને ચોખા ભરેલી બરણીને કહ્યાં.

Dr. Emoto also experimented with cooked rice. He placed one cup of cooked rice in two airtight jars. On one jar, he wrote, “I love you,” and on the other, “You fool.” Everyday for 30 days, Dr. Emoto would say these words to each jar of rice.

૩૦ દિવસ પછી “તને પ્રેમ કરુ છું” લખેલ બરણીના ભાત હજુ પણ સફેદ હતા પરંતુ “તુ મુરખ છો” તેવું લખેલ બરણીના ચોખા સડીને કાળા પડી ગયા. આ તમે કેવી રીતે સમજાવશો?

After 30 days, the “I love you” rice was still white. But the “You fool” rice was so rotten, it was black. How can you explain this?

Just as a side note: When I was a child, my mother taught me to pray before meals. Now I realize it wasn’t just a nice thing to do. When I pray over my meal, I know a material transformation takes place in the molecular level of the food that I pray for. I say, “Be blessed,” to the water and food on the table—and I expect it to be blessed.

Yeah – that’s why we always wish others well on birthdays, anniversaries, graduation, festivals, examination days, etc…. BE BLESSED, everybody!!!


From: eMail of my friend – Pravinbhai Bhatt


શ્રી અશોકભાઈના પ્રતિભાવ ના આધારે ખાસ નોંધ:- ડો. માસારુ ઈમોટો એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. તેમણે પોતે જ સ્વિકારેલું કે તેઓ કોઇ વૈજ્ઞાનિક નથી. તેમની પાસે જે ડોક્ટરની ડીગ્રી છે તે ભારતની એક અનધિકૃત યુનિ. (unaccredited institution) ’Indian Institute of Alternative Medicines’માંથી મેળવેલ છે. તેમનાં કહેવાતા પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ચકાસાયા નથી, તેમને તેમનો દાવો સાબીત કરી દેખાડવા માટે એક મિલિયન ડોલરનાં ઇનામની ઘોષણા થયેલી, જે પડકાર ઉપાડવામાં તેઓ સક્ષમ થયા નહીં, તેઓ તેમનાં ઉપર જણાવેલા પ્રયોગોનું ધંધાદારીકરણ કરી અને કહેવાતા ચમત્કારી પાણીની બોટલો ’ઇન્ડીગો વોટર”નાં નામથી વેંચતા (આ તો પાછું મંત્રેલા પાણી જેવું થયું ને !!) અર્થાત આપણે સીધેસીધા તેમના દાવાઓ માની લેવા જેવા નથી, એથી તો સારૂં છે કે રસ ધરાવતા કોઇ મિત્રો પોતે આવા સીધાસાદા પ્રયોગો કરી અને તેમના પરિણામો પ્રસિધ્ધ કરે. (આધાર: http://en.wikipedia.org/wiki/Masaru_Emoto અને અન્ય વાંચનસામગ્રી)


Categories: ચિંતન | Tags: | 7 Comments

Post navigation

7 thoughts on “શબ્દોની અસર – મિત્રના ઈ મેઈલ પરથી

 1. આ વાંચી ને મારા મગજ ની સ્ફટીકરચના અસ્ત વ્યસ્ત થઈ ગઈ.

  • શ્રી શૈલેશભાઈ,

   તેનો અર્થ એમ થયો કે વિચારોની અસર મગજ ઉપર થાય. (કેવી થાય તે સંશોધનનો વિષય છે.) બોલો કોણ ડો. ઈમોટોને પોતાનું મગજ સંશોધન માટે આપવા તૈયાર છે?

 2. Ramesh Patel

  આ પોસ્ટ વાંચી એક વૈજ્ઞાનિક અધ્યયન સાથે ભારતીય

  સંસ્કૃતિમાં વિચાર મંથન બાદ સારા સંસારને ઉપયોગી

  થાય એ રીતે જીવન શૈલી સાથે ઓતપ્રોત થતી પધ્ધતી

  વિકસાવામાં વાપરેલી દુરંદેશી માટે અહોભાવ થયો.

  અણસમજથી સારી વસ્તુનું તથ્ય સમજ્યા વગર

  બ્લોગ પર બહાદૂરી બતાવતા અને ભારતીય

  સંસ્કૃતિને વગવતા લોકોએ આ લેખથી કંઇક

  બોધ લેવો જોઈએ.

  આ વાતનો સમય અને વીડીઓ ચકાસણી કરી

  ખાત્રી કરવી પણ એટલીજ જરૂરી છે.અને બાબા

  રામદેવ જેવાને આ બાબત વૈજ્ઞાનિક રીતે

  સચોટ છે તે જાણવા ફરીથી સાબિતીઆપે તેરીતે,

  આપ કોઈ તાર જોડોતો મોટી સેવા ગણાશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. શ્રી અતુલભાઇ, સ_રસ અને અજાણ્યા વિષય પર લેખ. ગુજરાતીમાં આવું બધું બહુ વાંચવા મળતું નથી. સૈધાંતિક રીતે રજુ થયેલો લેખ વિચારવા યોગ્ય અને સરસ છે જ. પરંતુ માઠું ન લગાડશો, થોડી, વૈજ્ઞાનિક દ્રષ્ટીએ વિચારયુક્ત, હકિકતો અહીં આપવા માગું છું.
  પ્રથમ તો ડો. માસારુ ઈમોટો એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. તેમણે પોતે જ સ્વિકારેલું કે તેઓ કોઇ વૈજ્ઞાનિક નથી. તેમની પાસે જે ડોક્ટરની ડીગ્રી છે તે ભારતની એક અનધિકૃત યુનિ. (unaccredited institution) ’Indian Institute of Alternative Medicines’માંથી મેળવેલ છે. તેમનાં કહેવાતા પ્રયોગો અન્ય વૈજ્ઞાનિકો દ્વારા ચકાસાયા નથી, તેમને તેમનો દાવો સાબીત કરી દેખાડવા માટે એક મિલિયન ડોલરનાં ઇનામની ઘોષણા થયેલી, જે પડકાર ઉપાડવામાં તેઓ સક્ષમ થયા નહીં, તેઓ તેમનાં ઉપર જણાવેલા પ્રયોગોનું ધંધાદારીકરણ કરી અને કહેવાતા ચમત્કારી પાણીની બોટલો ’ઇન્ડીગો વોટર”નાં નામથી વેંચતા (આ તો પાછું મંત્રેલા પાણી જેવું થયું ને !!)
  અર્થાત આપણે સીધેસીધા તેમના દાવાઓ માની લેવા જેવા નથી, એથી તો સારૂં છે કે રસ ધરાવતા કોઇ મિત્રો પોતે આવા સીધાસાદા પ્રયોગો કરી અને તેમના પરિણામો પ્રસિધ્ધ કરે. (આધાર: http://en.wikipedia.org/wiki/Masaru_Emoto અને અન્ય વાંચનસામગ્રી)

  • શ્રી અશોકભાઈ,

   ક્યાં હતા? તમારું તો સર્ચ વોરન્ટ નીકળેલું.

   આ મંત્રેલા જળનું કામ કાજ આખા વિશ્વમાં હાલતું લાગે છે. કાગડા બધે જ કાળા એમને. આવા પ્રયોગો ઘરે જ કરી જોવા પડશે તેમ લાગે છે. આ સંરચના જોતા અને ફોટા પાડતા તો ન ફાવે પણ રાંધેલા કે રાંધ્યા વગરના અનાજ ઉપર પ્રયોગ કરી જોવાય ખરો.

   આભાર.

   તમારા પ્રતિભાવનો સાર લેખની સાથે જ જોડી દઉ છુ. કારણ કે ઘણા લોકો પ્રતિભાવો વાંચતા નથી હોતા.

 4. હા ભૈ ! મેં પણ મારૂં વોરંટ વાંચ્યું, !! કામકાજ અર્થે વતનમાં (વિસાવાડા) ગયેલો, આપે મારો પ્રતિભાવ લેખમાં સમાવી બહુમાન આપ્યું, આભાર. મુળ તો શું કે યોગ્ય જણાય ત્યાં થોડું મગજને કષ્ટ આપી વધુ કશુંક શોધવાની ટેવ પડેલને ! તેથી આટલું લખ્યું હતું. આમે આપણે તો સત્યની વાટનાં વટેમાર્ગુઓ બનવું છે ને ? આવા ફોટાઓ ખાસ ઇલે. માઇક્રોસ્કોપ દ્વારા જ લઇ શકાય, પરંતુ આપે કહ્યું તેમ અન્ય રીતે પણ જાતે પ્રયોગો કરવા જેવા તો ખરા જ. અને મારા અંગત મત અનુસાર આપે આપેલ લેખ સૈધાંતિક રીતે ખોટો નથી જ. ફક્ત સચોટ વૈજ્ઞાનિક પ્રયોગો થયા નથી. ડો. માસારુએ પણ કદાચ અન્ય લાભ માટેની લાલચમાં સાધનશુદ્ધિનો ખ્યાલ રાખ્યો ન હોવાનું મનાય છે.
  બાકી, ખાસ તો સજીવો પર થતી, સંગીત અને સારા (હકારાત્મક) શબ્દોની અસર તો સર્વવિદિત છે જ. (આ બાબતે જગદીશચંદ્ર બોઝનું કાર્ય પણ જાણવા જેવું છે) આગળ પણ આવા સ_રસ વિષયો શોધતા રહેશો તો અમને પણ ઘણું નવું જાણવાની પ્રેરણા મળશે તેટલી પ્રાર્થનાસહ આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: