ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧૨ – ૧૯)

તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧૨||

ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો.

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ |
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોSભવત્ ||૧૩||

ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો.

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ||૧૪||

ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા.

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ||૧૫||

ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ વગાડ્યો. તથા ભીમ કર્મા ભીમે પોતાનો પૌણ્ડ્ર નામક મહાશંખ વગાડ્યો.

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ |
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ||૧૬||

કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાનો અનન્ત વિજય નામક શંખ, નકુલે સુઘોષ અને સહદેવે પોતાનો મણિપુષ્પક નામક શંખ વગાડ્યો.

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ |
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ||૧૭||
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે|
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્પૃથક્ ||૧૮||

ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજેય સાત્યકિ, દ્રુપદ, દ્રોપદીનાં પુત્રો તથા અન્ય બધા રાજાઓએ તથા મહાબાહુ સૌભદ્ર (અભિમન્યુ) એ – બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા.

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ||૧૯||

શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

Post navigation

5 thoughts on “ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧૨ – ૧૯)

 1. Meaning as written is translated into Gujarari ….it goes to the hearts of an ordinary persons….But, beyond that is the need of DEEPER understanding of the Slokas….
  As I read these lines…..Shankhs are the Symbols as the WARNING & preparing the Parties for Actions..but one can also equate that to “allowing the Person to RETHINK” the decision..one can AVOID this Battle wth the Change of Hearts….
  Now, let us analyse deeper….Shankhs are from BOTH sides…& the FINAL outcome is “the sadness in the hearts “of Duryodhana & the Party….one can see this as>>>>where there is God there the ultimate VICTORY…..
  NOW I will wait for the NEXT SLOKAS…
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Atul Thanks for visiting my Blog !.

 2. દુર્યોધનના હ્રદયમાં હરખ જન્માવતા કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગરજીને જોરથી શંખ વગાડ્યો.

  ત્યાર પછી શંખ અને ભેરી અને ઢોલ, મૃદંગ, તેમજ રણશિંગડા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઊઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો.

  ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા માધવે (મા – લક્ષ્મી, ધવ – પતિ) અને પાડુંપુત્ર અર્જુને પણ અલૌકિક શંખોને ખૂબ જોરથી વગાડ્યા. હૃષિકેશે (અંતર્યામી હ્રદયમાં સ્થિત) પાંચજન્ય (પંચ જન નામના શંખનું રુપ ધારણ કરેલ દુષ્ટને મારીને મેળવેલ) તથા ધનન્જય (રાજસુય યજ્ઞ વખતે ઘણા રાજાઓને જીતીને ધન એકઠું કરનાર) અર્જુને દેવદત્ત (નિવાતકવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઈન્દ્રે આપેલો) નામનો શંખ વગાડ્યો. ભયાનક કર્મ કરનાર (હિડિમ્બાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંઘ વગેરે બળવાન વીરોને મારનાર) વૃકોદર (પેટમાં વૃક નામનો અગ્નિ હોવાથી જે ખાય તે પચાવી શકનાર) ભીમસેને બહુ જ મોટો પૌન્ડ્ર નામનો શંખ વગાડ્યો.

  કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનન્તવિજય નામનો શંખ તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા.

  શ્રેષ્ઠ ધનુર્ધારી કાશિરાજ અને મહારથી શિખન્ડી (પુર્વજન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં દ્રુપદને પુત્રીરુપે મળેલો, આગળ જતા સ્થૂણકર્ણ નામના યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કરીને પુરૂષ બન્યો) અને ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ અને અજેય સાત્યકિ (અર્જુનનો શિષ્ય) રાજા દ્રુપદ અને દ્રૌપદિના પાંચેય પુત્ર અને લાંબી લાંબી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ આ સહુએ બધી બાજુએથી જુદા જુદા પોતપોતાના શંખો વગાડ્યા.

  પાંડવસેનાના તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા અન્યાયપૂર્વક રાજ્ય પડાવી લેનારા દુર્યોધન વેગેરેના હ્રદય ચીરી નાખ્યા.

  યુદ્ધમાં વાસ્તવિક લડાઈની સાથે સાથે આ પ્રકારના વાદ્યો વગેરેનું પણ મહ્ત્વ હશે તેમ લાગે છે. હવેના યુદ્ધો તો બહુ દુર દુરથી પ્રક્ષેપાસ્ત્રો દ્વારા અને આધુનિક ઉપકરણોથી થાય છે પણ તે વખતની યુદ્ધકળાનો કાઈક ચિતાર આની ઉપરથી મળે છે. સમયની સાથે બધી વસ્તુઓમાં પરિવર્તન આવે તેમ યુદ્ધકળામાં પણ અત્યારે કેટલું બધુ પરિવર્તન આવી ગયું છે. હવે તો યુદ્ધના શસ્ત્રો બનાવીને વેચવા એ એક બહુ મોટો આંતરરાષ્ટ્રીય વેપાર બની ગયો છે. સ્વરક્ષણ માટેના યુદ્ધો કરતા પણ આ યુદ્ધના સાધનો વેચવાની હરીફાઈ ઘણી વધારે ઘાતક છે. આમ તો યુદ્ધમાં ખુવારી જ થાય છે અને જીતનારને પણ શોક અને ઉદ્વેગ જ પ્રાપ્ત થાય છે તેમ છતાં યુદ્ધનો ભય પ્રજાઓને વિકસવા માટે મજબુર કરે છે જે આ યુદ્ધોનું કદાચ એક માત્ર જમા પાસુ(?) ગણી શકાય, જીવનમાં વિકાસ માટે શાંતિ જેટલી જરૂરી છે તેટલા જ આ યુદ્ધો પણ જરૂરી હોય તેમ લાગે છે, સૃષ્ટિના આરંભથી જ સતત અસ્તિત્વ માટેની લડાઈ ચાલુ થઈ જાય છે અને તે જ્યાં સુધી રમત પુરી ન થાય ત્યાં સુધી અથવા તો રમતની બહાર ન નીકળી જઈએ ત્યાં સુધી ચાલ્યા જ કરતી હોય તેમ લાગે છે.

  • અતુલ ભાઈ , આપની ભગવદ ગીતા ની શ્રેણી વાંચી ને મારા મન ગમતા પુસ્તક “ભગવદ-ગીતા -તેના મૂળ સ્વરૂપે -લેખક શ્રી ભક્તિ વેદાંત સ્વામી” ની યાદ આવી ગયી , આ પુસ્તક માં પણ આવીજ રીતે હરેક શ્લોકો નું ગુજરાતી માં અનુવાદ તેમજ તેનો ભાવાર્થ પણ આપ્યો છે , સાથે હરેક સંસ્કૃત શબ્દ નો ગુજરતી અર્થ આપ્યો છે જેથી શ્લોક ના શબ્દો , વિશેષણો વગેરે ખુબ વિસ્તાર થી ને બહોળા ફલક થી સમજી શકાય. આપ પણ જો તેવી રીતે શબ્દો ના અર્થ આપશો તો દરેક વાચક માટે ખુબ સરળ પડશે. વળી આપ નું પોતાનું તારણ કે ભાવાર્થ પણ મુકશો તો હરેક ગીતા પ્રેમીઓ ને પોતાના અનુભવ એક બીજા સાથે વેહ્ચાવાની પણ મજા આવશે, અધ્યાય ૨ થી ગીતા વધુ ઊંડાણ માં જશે તો અત્યારથીજ આપ ના પોસ્ટ માટે ઇન્તેજારી રેહશે, આપ કયા પુસ્તક નો આધાર લઇ રહ્યા છો તે પણ આગલી પોસ્ટ થી જરૂર થી જણાવશો . આપની આ સંસ્કૃત માં લખવાની મેહનત ને આટલા મોટા પુસ્તક વિષે બ્લોગજગત માં લખવા માટે ખુબ ખુબ આભાર.

   • શ્રી સુર્યજી

    અહીં તો આપણે આ ગીતાજીને આપણી પોતાની બુદ્ધિથી જેવુ આવડે તેવું સમજવાનો પ્રયાસ કરવો છે. આપણે બીજાની બુદ્ધિથી ક્યાં સુધી સમજ્યા કરશું? તેથી આપને અનુકુળતા હો ત્યારે અહીં આપને જેવું સમજાય તેવો અર્થ અહીં પ્રતિભાવમાં લખજો.

 3. people waste there time and energy in fighting..fighting..and fighting..war..war…war….and if you are in peace they will try to distrb your peace.
  god bless all
  dr sudhir shah

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: