ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૭ – ૧૧)

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭||

હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કહું છું.

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮||

આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ તથા સૌમદત્ત (સોમદત્તનો પુત્ર) – આ બધા પ્રમુખ યોદ્ધા.

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: ||૯||

આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે.

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ||૧૦||

ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ||૧૧||

માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે.

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

Post navigation

5 thoughts on “ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૭ – ૧૧)

 1. Sloka by Sloka..I am enjoyng the Gita !
  A Human is the animal with the intelligence….Any situation is analysed before an Action taken….Here even Sanjay seems to analyse the Battlefield & the Men fighting….and often makes the comparision with others…& in this case the “fight power of one army over other”….Even in the moments of uncertainty of the capabilly Humans have the tendancies to uplift the spirits by the “protection of others” ( case in point is the Protection offered by others to Bhishma)…..This is the POINT for HUMAN LEARNING…..when he is sad & defeated he MUST remember GOD & seek His Protection ( which is most of the times lacking).
  This is how I see ! But, I want to know the explanation of OTHERS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you all on Chandrapukar !

 2. Manoj

  Atulbhai,

  Fantastic job you have undertaken. I am looking forward to read this daily. Many many thanks for this great yagna you have started

  Manoj

  • શ્રી મનોજભાઈ,

   આપ પણ આ યજ્ઞમાં ભાગ લઈ શકો છો. અહીં તો માત્ર આપણી સામાન્ય સમજણ પ્રમાણે જ આપણે અર્થો તારવવાના છે. આ ચિંતનયાત્રાનો હેતું માત્ર આપણી બુદ્ધિની ઉંડાણપૂર્વક કોઈ પણ બાબત ઉપર વિચાર કરવાની યોગ્યતા વધારવાનો છે.

 3. Ramesh Patel

  ભગવદ ગીતા એ સંશયોથી ભરેલા મન,સંસાર અને

  ઉભી થતી વિટંબણાઓ પર પ્રકાશ પાડતો દીપક છે.

  આપના આ ધરોહરને પ્રજ્વલિત કરતા યજ્ઞ કાર્યમાટે

  આનંદ સાથે અભિનંદન .

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
  નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે

  દુર્યોધન હવે દ્રોણાચાર્યને પોતાના સૈન્યના નાયકો વીશે વાત કરે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ તરીકે જન્મ્યા હોવા છતાં કર્મથી ક્ષત્રિય છે અને કૌરવોની સેનાના સેનાપતી છે, આ વાત પરથી એવું લાગે છે કે કર્મ અને ગુણને આધારે જ વ્યક્તિનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે, જન્મને આધારે નહીં. બીજું અસ્તિત્વનો પ્રશ્ન જ્યારે આવીને ઉભો રહે છે ત્યારે માણસ જન્મના સંસ્કારો પ્રમાણે નહીં પણ વર્તમાન પરિસ્થિતિ અને પોતાનું જીવન કેવી રીતે આગળ વધારવું તે વિચારથી જ પોતાનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. દ્રોણાચાર્યએ આખુ જીવન કૌરવોનું અન્ન ખાધું છે તેથી તેમને અર્જુન પ્રત્યે અત્યંત સ્નેહ હોવા છતા પણ કૌરવ પક્ષમાંથી યુદ્ધ લડવું પડે છે.

  ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
  અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ

  એક તો આપ પોતે જ કે જેઓ સહુના આચાર્ય છે તો પછી આપની કુશળતાનું તો પુછવાનું જ શુ હોય, આ ઉપરાંત ભિષ્મ પિતામહ કે જેઓ મહા પરાક્રમી અને વળી પાછા ઈચ્છામૃત્યુ ધરાવે છે, વળી મહારથી કર્ણ – કર્ણ પાંડવોના મોટા ભાઈ હોવા છતાં નાનપણમાં કુંતા દ્વારા ત્યાગ થતા તેમનો ઉછેર સારથીને ત્યાં થાય છે. માતા પિતાની નાનપણમાં જાણે અજાણ્યે થયેલ ભુલનું પરિણામ સંતાનને કેટલું બધુ ભોગવવું પડે છે તે આના ઉપરથી સમજાય છે. આ કર્ણ ઘણા મોટા મહારથી છે અને અર્જુન સમાન બળવાન ગણાય છે.આ ઉપરાંત સંગ્રામવિજયી કૃપાચાર્ય, કૌરવોમાનો એક માત્ર ધર્માત્મા વિકર્ણ તથા સોમદત્તના પુત્ર ભુરિશ્રવા છે.

  અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
  નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા:

  આ ઉપરાંત પણ વિધ વિધ શસ્ત્રમાં કુશળ અનેક યોદ્ધાઓ છે.

  અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
  પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ

  તેમ છતાં તેને એમ લાગે છે કે ભિષ્મ દ્વારા રક્ષાયેલી આપણી સેના અપુરતી છે. કૌરવોની સેના ૧૧ અક્ષૌહિણી સંખ્યા ધરાવે છે જ્યારે પાંડવોની સેના ૭ અક્ષૌહિણી સંખ્યા જ ધરાવે છે. તેવી અલ્પ સંખ્ય સેના હોવા છ્તાં ભીમ દ્વારા રક્ષાયેલી તેમની સેના પુરતી છે. યુધ્ધમાં સંખ્યાનું મહ્ત્વ તો થોડું ઘણું છે પણ વધારે મહ્ત્વ કુશળતા અને પોતાની સેનાની એકતા અને સમર્પણની ભાવનાનું છે. જેઓ એક જુટ થઈને અને ધર્મ સહિતનું જીવન જીવતા હોય તથા કુશળતા, ટેકનોલોજી અને દેશાભીમાનની ભાવના વાળ હોય તેમની સંખ્યા ઓછી હોય તો પણ તે વધારે તાકાતવાન અને વિજયી બનવાની સંભાવના ધરાવે છે. (અહીં ઈઝરાયેલને યાદ કરી શકાય)

  અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
  ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ

  માટે દરેક લોકો ચારે બાજુથી ભિષ્મ પિતામહનું રક્ષણ કરો. ભિષ્મ પિતામહ એક તો ઈચ્છામૃત્યુ ધરાવે છે તેથી તેમનું જો રક્ષણ કરવામાં આવે તો ઘણો લાંબો સમય તેમની યુદ્ધ નિપુણતાનો લાભ લઈ શકાય. વળી ભિષ્મ પિતામહને પણ સારુ લાગે એટલે આમ કહેતા હોય તેમ લાગે છે.

  * એક અક્ષૌહિણી સેનામાં ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ ઘોડા અને ૧,૦૯,૩૫૦ પાયદળ સૈનિકો હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: