સમગ્ર સૃષ્ટીમાં નિયમ ચાલે છે કે જે બળવાન હોય તે નબળા ઉપર હકુમત ચલાવે. ઉંદર, નાના નાના જીવજંતુ વગેરે પક્ષીઓ કે બીલ્લીના શીકાર બને. વળી આ પક્ષીઓ પાછા મોટા પક્ષીઓના શીકાર બને. તેવી રીતે સર્વ પશુમાં બળવાન સિંહ છે અને તેનો સીધો શીકાર કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. જળચરોમાં મગર સહુથી બળવાન ગણાય છે. પક્ષીઓમાં ગરૂડ ને બળવાન ગણવામાં આવે છે અને મનુષ્યોમાં જે બળવાન હોય તે રાજા બને છે. આમ બળ તે વિભુતી છે અને બળવાન હોય તે જ જીવનનો આનંદ માણે છે. વિર્યને પણ બળ માનવામાં આવે છે, અને જે જરૂર વગર વિર્યનો ખર્ચ કર્યા કરે છે તે જીવનમાં સતત તાણ અનુભવ્યા કરે છે. જરૂરી અને મર્યાદિત જાતિય આનંદ ઉપયોગી છે પણ અમર્યાદ વિર્યનો વ્યય કરનાર બળ ગુમાવે છે. કોઈ એક બ્લોગ કે ગૃપમાં ભીષ્મ પિતામહને કોઈએ નપૂંસક કહ્યા છે. મને બહુ આશ્ચર્ય થયું કે જે ભરી સભામાંથી ૩ – ૩ રાજકુંવરીઓ ઉઠાવી લાવે, જેના તીર એટલી ઝડપથી છૂટે કે ગંગાનો પ્રવાહ રોકાઈ જાય તે નપૂંસક? અરે તેમને શસ્ત્રો છોડાવવા માટે શિખંડીને આગળ ઉભો રાખવો પડ્યો અને કૃષ્ણએ પોતે પણ પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી તે શું નપૂંસક? ખેર, મારુ કહેવાનું એટલું જ છે કે વિર્ય પણ એક પ્રકારનું બળ જ છે. માટે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે “તમારા સ્નાયુઓને બળવાન બનાવો અને મસ્તિષ્કને ઉન્નત વિચારોથી ભરી દ્યો. નબળા લોકો માટે આ દુનિયામાં કે બીજી કોઈ દુનિયામાં કશું સ્થાન નથી. બહુ કાળ સુધી આપણે રોદણાં રોતા આવ્યા છીએ હવે વધુ વખત રડવાની જરૂર નથી. ઉપનિષદમાંથી બોમ્બની જેમ આવતો અને અજ્ઞાનના સમુહ પર કડાકાભેર તુટી પડતો શબ્દ છે અભી:. અભય ,અભય આ અભયની ઉપાસના કરો અને સર્વસમર્થ એવું આત્મબળ જાગૃત કરો કે જેનો કશાથી પ્રતિકાર ન થઈ શકે.”
જીવો જીવસ્ય ભોજનમ
એકં સત વિપ્રા બહુધા વદન્તિ
સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. (ઉપનિષદ)
વધુ વંચાતા લેખો
સંગ્રહિત લેખો :
વીણેલાં ફૂલ – હરિશ્ચન્દ્ર
Search
TAG વાદળ
Swami Vivekananda અધ્યાત્મિક ડાયરી અધ્યાય ૧૩ અનટુ ધિસ લાસ્ટ અરુણાચલ અવતરણ આકાશદીપ આગંતુક આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ આજનું ચિંતન આત્મકથા આત્મજ્ઞાન આદિ શંકરાચાર્ય આધ્યાત્મિક ડાયરી એક યોગી એક યોગીની આત્મકથા ઓરા કબીર કળા કાર્વર કુંડલિની ઘડતર ચક્રો ચિંતન છુપાયેલું સત્ય જિતેદ્ર પટવારી જિતેન્દ્ર પટવારી જીવન જીવનકથા જોન રસ્કિન જોરાવરસિંહ જાદવ જ્યોર્જ ટુંકુ જીવનચરિત્ર તમારી ભીતર અનંત શક્તિ છે દિવ્યવાણી દ્વાર ધ્યાન નરસિંહ મહેતા નાડી પરમહંસ યોગાનંદ પવન પ્રકાશ પ્રયોગ પ્રવચન પ્રેરણા પ્રોત્સાહન ભગવદ ગીતા ભગવદ્ગીતા ભારત મા માનસરોવર મુકુલ કલાર્થી મૂલ્યો મૌન યાત્રા વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી વિચાર વિનોબા વીણેલાં ફૂલ વોશિંગ્ટન શ્રીમન્નથુરામ શર્મા શ્રીરામકૃષ્ણ જ્યોત શ્રી વાક્યસુધા શ્રી હરી મીડે સ્તોત્ર સત્સંગ સ્તુતિ સ્વાધ્યાય સ્વામી જગદાત્માનંદ સ્વામી ભજનપ્રકાશાનંદ સ્વામી વિદિતાત્માનંદ સ્વામી વિવેકાનંદ હંસ: હરિશ્ચન્દ્ર હાસ્ય-રસ હેલન કેલર
Join 151 other subscribers