મીત્રો,
નાનપણથી મને એમ થતું કે હું અહીં ક્યાકથી અચાનક આવી ચડ્યો છું અને તેવામાં મને આગંતુક શબ્દ જડી આવ્યો જેનો અર્થ અચાનક આવી ચડનાર તેવો થતો હતો. તેથી મે મારુ ઉપનામ આગંતુક રાખી દીધેલ. આજે અશોકભાઈએ આગંતુક શબ્દના ૧૮ અર્થ ભગવદ ગો મંડલ માંથી ગોતી કાઢ્યા છે અને આ અર્થો સામે તેમનું નીરીક્ષણ લખ્યું છે. આપ સહુને પણ જેટલા ગમે તેટલા અર્થો સામે આપના નીરીક્ષણો પ્રતિભાવમાં લખવાનું આમંત્રણ છે.
હવે જોઈએ આગંતુકના અર્થો અને અશોકભાઈનું નિરીક્ષણ. = ની નીશાની પછીનું વિવરણ અશોકભાઈનું નીરીક્ષણ છે.
૧. અચાનક થતો રોગ. = જે ’ધર્મરોગ’ નામનાં ચેપી જંતુઓ ફેલાવે છે !!!
૨. આવી ચડેલું માણસ. = બસ ’માણસ’ છે તે જ ઘણું છે !!
૩. તાજો આવેલ માણસ. = તરોતાજો !!
૪. દખલગીરી કરનાર પુરુષ; ઘૂસી ગયેલો માણસ. = જે અંતરમાં ઘુસી જાય છે !!!
૫. નધણિયાતું ઢોર. = અને અજ્ઞાનરૂપી ઉભા પાકનો નાશ કરે છે. !
૬. પરોણો; અતિથિ; મહેમાન. = અતિથી દેવો ભવ:
૭. મુસાફર; વટેમાર્ગું = જેટલો સંગાથ છે ત્યાં સુધીમાં કંઇક જ્ઞાન મેળવી લઇએ !
૮. અચાનક આવી ચડેલું; નવું આવેલું; બની આવેલું; અકસ્મિક; ઔપાધિક. =સુ:ખદ અકસ્માત !!!
૯. અપરિચિત; અજાણ્યું; ત્રાહિત. = હજુ વધુ ઓળખ બાકી છે !
૧૦. ગૌણ; અપ્રધાન; મુખ્ય નહિ એવું. = ભક્તિ રે કરવી જેને, રાંક થઇ ને
રેવું ને……
૧૧. જડ; જીવ વિનાનું. = ઇશ્વર તો જડ અને ચેતન બંન્નેમાં છે ને !!!
૧૨. થોડું એક ભાગને અને બીજું કોઇ બીજા ભાગને વળગેલું હોય તેવું. =
જીવ અને શિવ !!
૧૩. નક્કી નહિ એવું; અનિશ્ચિત; અચોક્કસ. = ભજન, ગીત, કાવ્ય, વાર્તા
અને ક્યારેક હાયકુ પણ આવે !!!
૧૪. મફતિયું. = જી હા ! સાવ મફત જ્ઞાન વહેંચે છે !
૧૫. મહેનત વગર મળેલું. = સીવાય કે કોમ્પ્યુટર ચાલુ કરવાને મહેનત ગણતા હો !!!
૧૬. વગર નોતરે આવેલું; ઘુસણિયું. = સીધું મનમાં ઘુસી જનાર !!
૧૭. વચ્ચે ઘુસાડી દીધેલું. = મહાપુરૂષોની વાણી અને જનસામાન્યની કહાણી વચ્ચે ઘુસેલું !!!
૧૮. વારંવાર આવતું; આગમશીલ. = આ એક ખુબ ગમશે લ્યો, આવતા જ રહેશો !
(આ નિરીક્ષણ તો મારી અલ્પબુદ્ધી પ્રમાણે છે, કદાચ વધુ સારૂં પણ થઇ શકતું હશે !!! – અશોકભાઈ મોઢવાડીયા)