ફેર ફુદરડી ખુબ ફર્યો તું
વાળ પલાંઠી , બેસી જા
પ્રુથ્વિ ઉપર ખુબ ભમ્યો તું
થઈને સુરજ, બેસી જા
ભીક્ષુ કદીને, કદીક ઈન્દ્ર
છોડ ઉપાધિ, બેસી જા
જન્મ મરણમાં ગોથા ખાધા
અજન્મા છો તું, બેસી જા
ભક્ષણ કર્યુંને કદીક ભક્ષ્ય તું
થઈ ઉપવાસી, બેસી જા
વાદ વિવાદે બહુ ગાજ્યો તું
થઈને મુંગો, બેસી જા
આવાગમન વળી તારે કેવું?
આગંતુક તું, બેસી જા
ચિદાભાસમાં ખુબ રમ્યો તું.
કૂટમાં સ્થિત થઈ, બેસી જા