એક વાચકના હ્રદયનો ભાવ

મીત્રો,
દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું.

ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં હું આણંદ ગયો હતો. એક કાકા (જેનો પુત્ર NRI છે) એ મને કહ્યું કે દર વર્ષે તમે ઘણા બધા પૈસા ખર્ચી નાખો છો. ત્યારે તેમણે તે કાકાને જવાબ આપ્યો હતો કે દર વર્ષે હું મારા માતા, પિતા અને મિત્રોને મળું છુ અને તે માટે હું કેલ્ક્યુલેટર નથી રાખતો કે મે શું ખર્ચ્યું છે. મા બાપને ભુલશો નહીં, ફરી પૈસા આપતા નહીં મળે. તમારા જીવનનું પ્રથમ કર્તવ્ય યાદ રાખો, બધા NRI ને રસ્તો મળશે. આ સાથે તેમણે મોકલેલ માતાપિતાની છત્રછાયા જોડેલ છે.



આપ તેમનો નીચેના ઈમેઈલ પર સંપર્ક કરી શકો છો.
harsh251721@gmail.com

Categories: મારી વહાલી મા | Tags: | 6 Comments

Post navigation

6 thoughts on “એક વાચકના હ્રદયનો ભાવ

  1. અતુલભાઇ, ગીરીશભાઇ એ સરસ સંદેશ મોકલ્યો.
    મારા એક મિત્રનો કિસ્સો જરા ઉલ્ટો છે, તેમના પિતા નાનપણમાં જ વિદેશ ચાલ્યા ગયા અને ઉપર લખ્યું તેવા કોઇ કારણોસર દેશમાં પરત આવી શકતા નથી (ધન કમાવા વાસ્તે જ !) હાલમાં પણ પૈસો ખુબ મોકલે છે, પરંતુ સંતાનો ને ત્યાં સંતાન છે, છતાં એકમેવનાં મોઢાં, રૂબરૂ, ક્યારેય જોયા નથી.
    બીજા એક કિસ્સામાં વિદેશ વસતા મારા એક સંબંધી, પોતાનાં વૃધ્ધ પિતાજીની સેવા ચાકરી માટે, ધીકતો ધંધો સ્ત્રી-પુત્રોને સોંપી અને ૫-૬ વર્ષથી અહીં દેશમાં આવતા રહ્યા પછી તેઓનાં પિતાનું એકાદ વર્ષ પહેલાં અવસાન થતાં પરત વિદેશ ગયા તો તે જ સ્ત્રી-પુત્રોએ તેમને ધુત્કારી કાઢ્યા, અને આ આઘાતમાં હમણાં તેમનું અહીં દેશમાં અવસાન થયું ત્યારે પણ તેમનાં સંતાનોએ અહીં આવવાની તકલિફ લીધી નહીં !
    હશે !! કદાચ સમૃધ્ધિની આટલી કિંમત ચુકવવી પડતી હશે !

    • શ્રી અશોકભાઈ,

      ઘણો આઘાતજનક કીસ્સો છે. જો સંપતીની સાથે સન્મતિ ન વધે તો માણસ સંવેદના ગુમાવતો જતો હોય તેમ લાગે છે. જો આ પૃથ્વિ લોકનો માનવી થોડીક સંપતિ આવતા અહીના હયાત અને નજરે દેખાતા મા-બાપને ભુલી જતો હોય તો આ સમૃદ્ધિના મદમાં તેના દિવ્ય મા-બાપ પ્રકૃતિ અને પરમેશ્વરને ભુલી જાય તેમાં કશી નવાઈ નથી લાગતી.

  2. આ રચના દિલિપ કુમાર શાહની છે એવો દાવો એમનો પુત્ર અવધેશ કરે છે. સ્ત્રોત http://www.gujaratikavita.com/2008/05/24/mata-pita/

    • આ રચના ચારે બાજુ અને ઘણા ઘરમાં ટીંગાય છે. ઘણા ઘરોમાં તો વળી મા-બાપના ફોટાની બાજુમા ટીંગાતી હોય છે. જેવી ગીરીશભાઈએ ફાઈલ મોકલી છે તેવી જ અહીં પ્રસિદ્ધ કરી છે. ગીરીશભાઈને ક્યાંથી પ્રાપ્ત થઈ તે જાણવું હોય તો લેખની નીચે ગીરીશભાઈનું ઈ-મેઈલ છે. અવધેશભાઈ જો આના કોપી રાઈટ મેળવીને વેચવાનું શરુ કરશે તો ઘણો ફાયદો થશે તેમ લાગે છે.

    • Girishkumar B Prajapati

      Above digital copy found in my mail LONG BACK .Who send me?
      Looks like some one printed & taken scan copy of it.
      THANKS TO MR. SHAH & SON.

  3. Atul, I am late to visit your Blog & read this Post……The Rachana I had read before, but the MESSAGE is WONDERFUL !
    This message is for ALL…& not limited to NRI……I am saddened when I hear of “parents forgotten or mistreated or ignored & insulted” by the siblings…..I am happy to hear the stories of “respect, love & adoration ” of the parents in any given situations & ALWAYS !
    Enjoyed the Post !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Atul..YOU & your READERS are invited to Chandrapukar !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: