બે હાઈકુ – આગંતુક

મીત્રો,

બે દિવસ પહેલા અમે અમારા બ્લોગની તબીયત જાણીતા બ્લોગાચાર્યજી ને બતાવેલ. તેમણે કહેલ આમ તો તમારો બ્લોગ તંદુરસ્ત છે પણ તમે હંમેશા બીજાનો જ પ્રસાદ વહેંચ્યા કરો છો, થોડો થોડો તમારો પ્રસાદ પણ આપવો જોઈએ. તેથી તેમની સુચનાને ધ્યાનમાં રાખીને આજે અમે અમારો અલ્પ પ્રસાદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

નાનપણમાં મેં બે હાઈકુઓ બનાવ્યા હતા જે આજે આપની સમક્ષ રજુ કરુ છુ.

1)
બેઠી કોયલ
મધુરા ગીત ગાતી
આમ્રની ડાળે

2)
બેઠો પોપટ
કનકના પિંજરે
ઉદાસ ઉરે

મીત્રો, અહીં બે પક્ષીઓ બેઠા છે , પણ બંનેના ભાવમાં કેટલો બધો ફેર છે? આ પોસ્ટ વીશે આપના મુક્ત અભીપ્રાયો આપવા વિનંતી.

Categories: ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 6 Comments

Post navigation

6 thoughts on “બે હાઈકુ – આગંતુક

 1. યશવંત ઠક્કર

  બહુ જ સરસ. જેટલું સાચવી રાખ્યું હોય તેટલું હાજર કરતા રહો. આ રચનાઓ તો સુંદર છે જ. પણ અન્ય રચનાઓ જેવી હશે એવી પણ તમારી તો ખરી જ. ગમતાનો ગુલાલ ઉડાડવામાં આનંદ તો આવે જ ..પણ ખુદનો ગુલાલ ઉડાડવાની મજા જુદી જ હોય છે.
  વળી, જોડણી માટે બનતી કાળજી ન રાખવી.હવે તો કેટલી બધી સગવડતા છે!!! અમે પણ આજની તારીખે એનો સહારો લઈએ છીએ.

  • આભાર યશવંતભાઈ,

   તમારા આ અંગત સ્નેહી બ્લોગાચાર્યજી તો ભલભલાને સર્જક બનાવી દે તેવા લાગે છે. અમે ય થોડા છબછબીયા શરુ કરી દઈએ.

 2. સ_રસ !! અતુલભાઇ,
  બંન્ને હાઇકુ જોરદાર ગમ્યાં. વાંચી ને સ્વતંત્રતા-પરતંત્રતા પર બાવીશ પાના જેટલો નિબંધ મગજમાં બનવા લાગ્યો !!
  પણ જવા દો ! લાંબા પ્રવચનો કરતાં આ ૩૪ અક્ષરો વધુ પ્રભાવી છે. 🙂
  વધુ પ્રસાદ પામવાની મનોકામના સહ:
  આભાર.

 3. અતુલભાઈ બે વિરોધાભાસી પરિસ્થિતિ એક સાથે મૂકવાથી બંન્ને હાઈકુ ચમકી ગયા. બહુ સરસ.

 4. Ramesh Patel

  આપણે તો અતુલભાઈના કૌશલ્યની ક્યારનાય રાહ જોતા હતા.

  આપની પાસે વિદ્વતા અને સૌજન્ય છે સાથે સાથે નવા યુગની

  જ્ઞાન ધારા જીલવાની શક્તિ છે.આપના થકી ઘણુ ઘણુ સર્જન

  એક નજરાણું હશે એમ મને લાગે છે.

  આ હાયકુ કૃતિઓ સચોટ ભાવ ઉભરાવી જાય છે.અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. As dont know how to type gujrati, [ aama kyak i leap gothvi aapo to maja padi jay] amba dale koyal no tahuko pujya natu kaka ni yaad api jay ane sona na pinjre popot mahavir no paryay lage

  pan maza aavi atulbhai

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: