જુનો ધર્મ કહે છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, જ્યારે નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે (સ્વામી વિવેકાનંદ)
આવા જ ભાવને જગાડતુ કવિ શ્રી પ્રહલાદ પારેખનું આ કાવ્ય સમજવા જેવું છે.
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….
મીત્રો, નીચે એક મત પેટી આપેલ છે. તેમાં ચાર વિકલ્પ છે. તેમાંથી કોઈ એક વિકલ્પને આપનો મત આપવા વિનંતી.
શ્રી અતૂલભાઈ, નમસ્કાર ગોવિન્દભાઇની ઝ્નૂનને જ્ઞાન કદી નવ થાય…ઉપર આપની કોમેન્ટ વાંચી અહી આવ્યો..તમારી કોમેન્ટ પણ વાંચી…માનસને પ્રેરણાની જરુર છે શ્રદ્ધાની ય આવશ્યકતા છે…જે જે નિરપેક્ષ મૂલ્યો છે તે કઈ આમ્નમ નથી આવી જતાં કે પળાઈ જતા…સહાયક મૂલ્યો પણ આવશ્યક છે..ધર્મ.. ઈશ્વર..ગેરસમજ નથી કરતા પોતાની જ અણસમજ ગેરસમજ નિર્માણ કરે છે…આત્મશ્ર્દ્ધા ઈશશ્રદ્ધા ગુરુશ્રદ્ધા..ઘણી મૂલ્યવાન છે આપની પોષ્ટ અને કાવ્ય ગમ્યું…હુ તમને એક સ્વરચિત કાવ્ય મોકલાવું…by Email…
શ્રી દિલિપભાઈ,
જેમ આપણું મન જ આપણું મિત્ર છે અને આપણું મન જ આપણું શત્રુ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જ મહત્વનું છે. તેવી જ રીતે ધર્મો આપણા શત્રુ છે અને ધર્મો આપણા મિત્ર છે અને તે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના ઉપર અવલંબે છે. ધર્મ જ્યારે વ્યક્તિઓ અને સમાજને જોડવાનું અને પ્રેમ વધારવાનું કાર્ય કરે ત્યાં સુધી તે ઉપયોગી છે. પણ જ્યારે તે વ્યક્તિઓને ઉશ્કેરવાનું અને સમાજને તોડવાનું તથા ધૃણા ફેલાવવાનું કામ કરે ત્યારે તે શત્રુ રૂપ બને છે. શાસ્ત્ર અને ગુરુ સહાયક છે, માર્ગદર્શક છે પણ મુળ વાત તો પોતે જ પોતાને ઉગારવાની છે. આપનું કાવ્ય ગમ્યું. આ સાથે તેની લિન્ક આપેલ છે.
સરસ પોસ્ટ.