૧) બ્રહ્મ એક જલતી આગ હૈ,
કુદે વોહી વોહી જલ જાવે
કાયર શું બ્રહ્મને સાધે
કોઈ મર્દો સાચા સાધકો આવે
૨) જલાવે કામ શત્રુ કો
જલાવે ક્રોધ દુશ્મન કો
મોટા લોભ – મોહને બાળે
સુક્ષ્મ અહંકાર જલી જાવે
૩) પુત્ર પરિવાર કો જલાદે
માત અને તાત કો બાળે
સગા સંસારના સંબધી
જડ મુળથી જલાવે
૪) જપ તપ વ્રત કો જલાદે
આગ અનુષ્ઠાન કો લગાદે
રિદ્ધિ – સિદ્ધિ સભી બાળે
નવનિધિ કો ભી જલાદે
૫) પક્ષા પક્ષી દ્વૈત અને વાદ
ભ્રમણા ભેદ કો ભી જલાદે
ત્રિવિધ તાપ કો બાળે
અદ્વૈત ભી જલી જાવે
૬) ધ્યાતા ધ્યાન ધ્યેય સહિત
ત્રીપુટી ભી જલી જાવે
અહં બ્રહ્માસ્મિ અનુભવ
કહે નાથા ભગત થઈ જાવે.
૪) જપ તપ વ્રત કો જલાદે
આગ અનુષ્ઠાન કો લગાદે
રિદ્ધિ – સિદ્ધિ સભી બાળે
નવનિધિ કો ભી જલાદે
……..
૬) ધ્યાતા ધ્યાન ધ્યેય સહિત
ત્રીપુટી ભી જલી જાવે
અહં બ્રહ્માસ્મિ અનુભવ
કહે નાથા ભગત થઈ જાવે.
હું જ બ્ર્હમ છું નું તાદમ્ય પ્રાપ્ત થાય,
સર્વ માયા જાળ નામશેષ થઈ જાય,
ભાગી જાય કે ભાગાકાર થઈ જાય,
ત્યારે સાચા જ્ઞાનનો ઉદય થાય અને
સંત કવિ ના યથાર્થભર્યા આ શબ્દો
આલેખાય,સર્વ શાસ્ત્રોનો સાર મળે.
સરસ પદો અતુલભાઈ આપે થાળ રુપે ધર્યા,
રમેશ પટેલ(આકાશદીપ)
શું ધધકતી વાત કરી નાથાભગતે ! આ ’ભાવ’માં બ્રહ્મ શોધવા નીકળે તેને જ વિરલો કહેવાય. બાકી આપણે તો વાતુ કરી જાણીએ !
એક જાણીતા કાવ્યમાં થોડા ફેરફાર શાથે કહું તો:
“ખાઇ,પી, નહાયને ’બ્રહ્મ’ નથી મળતો દોસ્તો
ધધકતી આગમાં, જાતનાં ઇંધણ હોમવા પડે છે !”
આભાર.
aapno blok khub sharo ane vachine aanad thayo