Monthly Archives: February 2010

એક વાચકના હ્રદયનો ભાવ

મીત્રો,
દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું.

ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં હું આણંદ ગયો હતો. એક કાકા (જેનો પુત્ર NRI છે) એ મને કહ્યું કે દર વર્ષે તમે ઘણા બધા પૈસા ખર્ચી નાખો છો. ત્યારે તેમણે તે કાકાને જવાબ આપ્યો હતો કે દર વર્ષે હું મારા માતા, પિતા અને મિત્રોને મળું છુ અને તે માટે હું કેલ્ક્યુલેટર નથી રાખતો કે મે શું ખર્ચ્યું છે. મા બાપને ભુલશો નહીં, ફરી પૈસા આપતા નહીં મળે. તમારા જીવનનું પ્રથમ કર્તવ્ય યાદ રાખો, બધા NRI ને રસ્તો મળશે. આ સાથે તેમણે મોકલેલ માતાપિતાની છત્રછાયા જોડેલ છે.



આપ તેમનો નીચેના ઈમેઈલ પર સંપર્ક કરી શકો છો.
harsh251721@gmail.com

Categories: મારી વહાલી મા | Tags: | 6 Comments

હોળી – આગંતુક

હોળી,

વસંતઋતુ,
પુનમનો ચાંદ,
હ્રદયમાં ઉત્સાહ,
પ્રેમથી ભીંજવવાનો અને ભીંજાવાનો આનંદ.

હોલિકા કે જેને અગ્ની બાળી ન શકે તેવું વરદાન હોવા છતાં જ્યારે તે
અગ્નિ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવો વાયુ,
વાયુ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તેવું આકાશ,
આકાશ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે તામસ અહંકાર,
સાત્વિક, રાજસી અને તામસી અહંકાર પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે સમષ્ટી બુદ્ધિ,
અને સમષ્ટી બુદ્ધિ પણ જેનામાંથી ઉત્પન્ન થાય છે તે મહત તત્વ અને
આ મહત તત્વ જેના આશરે રહેલું છે તે પરમાત્મા
અને આ પરમાત્મા જેના હ્રદયમાં રમી રહ્યાં છે તે પ્રહલાદને બાળવાની કોશીશ કરે છે ત્યારે
પોતે જ બળી જાય છે.

સહુને આ હોળીના ઉત્સાહ અને આનંદભર્યા પર્વના વધામણા.

Categories: ચિંતન | Tags: | 3 Comments

લઘુકથા – આગંતુક

એક દિવસ એક ભાઈ ફરવા નીકળ્યાં.
રસ્તામાં ભુલા પડ્યા.
હવે રસ્તો મળતો નથી.
જેને પુછે તે કોઈક એવો રસ્તો બતાવે છે કે વધુ ભુલા પડી જાય છે.
હવે તેણે પાછું ઘરે જવા શું કરવું તે ભટકતા ભટકતા વિચાર્યા કરે છે.

Categories: લઘુકથા | Tags: | 6 Comments

હેલ્લારો – શું આ ક્રુરતા જરૂરી છે?

હેલ્લારો

હેલ્લારો રે હેલ્લારો

ક્રુર દેશ – ડેનમાર્ક – હેલ્લારો

નિર્દોષ પ્રાણીનો જીવ લે – હેલ્લારો

Denmark is a big shame.

The sea is stained in red and in the mean while it’s not because of the climate effects of nature.

It’s because of the cruelty that the human beings (civilised human) kill hundreds of the famous and intelligent Calderon dolphins.

This happens every year in Feroe iland in Denmark .

In this slaughter the main participants are young teens.

WHY?
To show that they are adults and mature…. BULLLLsh

In this big celebration, nothing is missing for the fun. Everyone is participating in one way or the other, killing or looking at the cruelty “supporting like a spectator”

Is it necessary to mention that the dolphin calderon, like all the other species of dolphins, it’s near instinction and they get near men to play and interact. In a way of PURE friendship

They don’t die instantly; they are cut 1, 2 or 3 times with thick hocks. And at that time the dolphins produce a grim extremely compatible with the cry of a new born child.

But he suffers and there’s no compassion till this sweet being slowly dies in its own blood.

શું આ ક્રુરતા જરૂરી છે?

શું લોકો આ ક્રુરતાનો વિરોધ કરવા હેલ્લારો મચાવશે?

Categories: હેલ્લારો | Tags: | 9 Comments

બે હાઈકુ – આગંતુક

મીત્રો,

બે દિવસ પહેલા અમે અમારા બ્લોગની તબીયત જાણીતા બ્લોગાચાર્યજી ને બતાવેલ. તેમણે કહેલ આમ તો તમારો બ્લોગ તંદુરસ્ત છે પણ તમે હંમેશા બીજાનો જ પ્રસાદ વહેંચ્યા કરો છો, થોડો થોડો તમારો પ્રસાદ પણ આપવો જોઈએ. તેથી તેમની સુચનાને ધ્યાનમાં રાખીને આજે અમે અમારો અલ્પ પ્રસાદ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.

નાનપણમાં મેં બે હાઈકુઓ બનાવ્યા હતા જે આજે આપની સમક્ષ રજુ કરુ છુ.

1)
બેઠી કોયલ
મધુરા ગીત ગાતી
આમ્રની ડાળે

2)
બેઠો પોપટ
કનકના પિંજરે
ઉદાસ ઉરે

મીત્રો, અહીં બે પક્ષીઓ બેઠા છે , પણ બંનેના ભાવમાં કેટલો બધો ફેર છે? આ પોસ્ટ વીશે આપના મુક્ત અભીપ્રાયો આપવા વિનંતી.

Categories: ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 6 Comments

સમાધાન – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 1 Comment

શું તમને તમારી જાતમાં શ્રદ્ધા છે?

જુનો ધર્મ કહે છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, જ્યારે નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે (સ્વામી વિવેકાનંદ)

આવા જ ભાવને જગાડતુ કવિ શ્રી પ્રહલાદ પારેખનું આ કાવ્ય સમજવા જેવું છે.

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ …

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ ….

મીત્રો, નીચે એક મત પેટી આપેલ છે. તેમાં ચાર વિકલ્પ છે. તેમાંથી કોઈ એક વિકલ્પને આપનો મત આપવા વિનંતી.

Categories: ચિંતન, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: | 3 Comments

ગમાર માણસો – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 2 Comments

હીરાનાં લવિંગિયાં – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 2 Comments

કાર્લ – અંતરનો ઉજાસ

આ લેખ અંતરના ઉજાસમાંથી લેવામાં આવેલ છે. ડો. વીજળીવાલાએ ઈન્ટરનેટ ઉપરથી પસંદ કરીને મૂકેલા સંવેદનાત્મક પ્રસંગોને આ પુસ્તકમાં આલેખવામાં આવ્યા છે.





Categories: ચિંતન, ટુંકી વાર્તા | Tags: | Leave a comment

Blog at WordPress.com.