Daily Archives: 29/01/2010

જ્ઞાની અને અજ્ઞાની વિષે – કબીરવાણી


*
(૫૪૩) ઉજડ ઘરમેં બેઠકે, કિસકા લીજે નામ,
સાકુંઠ કે સંગ બેઠકે, ક્યું કર પાવે રામ.
*
(૫૪૪) સાકુંથ સાકુંથ કહા કરો, ફિટ સાકંથકો નામ,
તેહીસે સુવર ભલો, ચોખો રાખે ગામ.
*
(૫૪૫) હરિજનકી કુટીયાં ભલી, બુરી સાકુંથકી માય,
વોહ બેઠી હરિગુન સુને, વાં નિંદા કરત દિન જાય.
*
(૫૪૬) હરિજનકી લાતા ભલી, બુરી સાકુંથ કી બાત,
લાતોમેં સુખ ઉપજે, બાતે ઈજ્જત જાત.
*
(૫૪૭) સાકુંથ ભલેહી સરજ્યા,
પર નિંદા કરંત,
પરકો પાર ઉતારકે, આપહી નર્ક પરંત.
*
(૫૪૮) જે રીતી સંતો તજે, મુંઢ તાહિ લલચાય,
નર ખાય કર ડારે, તો શ્વાન સ્વાદ લે ખાય.
*
(૫૪૯) હરિજન આવત દેખકે, મોંહડો સુક ગયો,
ભાવ ભક્તિ સમજ્યો નહિ, મુરખ ચુક ગયો.
*
(૫૫૦) મખિયાં ચંદન પરહરે, જહાં રસ મિલે તહાં જાય,
પાપી સુને ન હરિ કથા, ઉંઘે કે ઉઠ જાય.
*
(૫૫૧) ભક્ત ભગવંત એક હય, બુજત નહિ અજ્ઞાન,
શિશ ન નાવે સંતકો, બહોત કરે અભિમાન.
*
(૫૫૨) પુર્વ જનમ કે ભાગસે, મિલે સંત કો જોગ,
કહે કબીર સમજે નહિ, ફિર ફિર ઈચ્છે ભોગ.
*
(૫૫૩) જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફલ ખાય,
હરિમારગ તો કઠન હય, ક્યું કર પેઠા જાય.
*
(૫૫૪) જ્ઞાનીકો જ્ઞાની મિલે, તબ રસ કી લૂટા લૂટ,
જ્ઞાની કો અજ્ઞાની મિલે, તો હોય બડી માથાકૂટ.
*
(૫૫૫) કાજળ તજે ન શ્યામતા, મુખટા તજે ન શ્વેત,
દુરીજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
*
(૫૫૬) હરદી જરદી ના તજે, ખટરસ તજે ન આમ,
ગુણીજન ગુનકો ન તજે, અવગુણ તજે ન ગુલામ.
*
(૫૫૭) દુરિજન કી કરૂણા બુરી, ભલો સજ્જન કો ત્રાસ,
સુરજ જબ ગરમી કરે, તબ બરસન કી આશ.
*
(૫૫૮) કછુ કહા નીચ ન છેડીયે, ભલો ન વાંકો સંગ,
પથ્થર ડારે કિચમેં, તે ઉછલી બીગાડે અંગ.
*
(૫૫૯) ખુડિયા તો ધરતી ખમે, કાટ ખમે વનરાય,
કઠન બચન તો સાધુ ખમે, દરિયા નીર સમાય.
*
(૫૬૦) તરવર કદી ન ફળ ભખે, નદી ન સંચે નીર,
પરમારથ કે કારને, સંતો ઘસે શરીર.
*
(૫૬૧) તરવર સરવર સંતજન, ચૌથા બરસે મેહ,
પરમારથ કે કારને, ચારોં ધર્યા દેહ.
*
(૫૬૨) ચંદા સુરજ ચલત ન દીસે, બઢત ન દીસે બેલ,
હરિજન હર ભજતા ન દીસે, એ કુદરતકા ખેલ.
*
(૫૬૩) સાધ સતી ઓર સુરવા, જ્ઞાની ઓર ગજદંત,
એ તો નિકસે બહોરહિ, જો જુગ જાય અનંત.
*
(૫૬૪) ભગત બીજે પલટે નહી, જો જુગ જાય અનંત,
જહાં જાય તહાં અવતરે, તોય સંતકા સંત.
*
(૫૬૫) દાઘ જ લાગા નીલ કા, સો મન સાબુ ધોય,
કોટ કલ્પ તક સમજાઈએ, કઉવા હંસ ન હોય.
*
(૫૬૬) કપટી કદી ન ઓધરે, સો સાધન કો સંગ,
મુજ પખાલે ગંગમેં, જ્યું ભીંજે ત્યું તંગ.
*
(૫૬૭) સજ્જનસે સજ્જન મિલે, હોવે દો દો બાત,
ગધાસે ગધા મિલે, ખાવે દો દો લાત.
*
(૫૬૮) જો જાકો ગુન જાનત, તો તાકો ગુન લેત,
કોયલ આમલી ખાત હય, કાગ લિંબોરી લેત.
*
(૫૬૯) ખાંડ પડી જો રેતમેં, કીડી હો કર ખાય,
કુંજર કહાડી ના શકે, જો કોટી કરે ઉપાય.
*
(૫૭૦) જામેં જીતની બુદ્ધિ, તિતના વોહ કર બતાય,
વાકો બુરા ન માનીયે, બહોત કહાંસે લાય.
*
(૫૭૧) જલ જ્યું પ્યારી માછલી, લોભી પ્યારા દામ,
માત પ્યારા બાળકા, ભક્તિ પ્યારી રામ.
*
(૫૭૨) ચાતુર કો ચિન્તા ઘની, નહિ મુરખ કો લાજ,
સર અવસર જાને નહિ, પેટ ભરેંસે કાજ.
*
(૫૭૩) કંચન કો કછુ ના લાગે, અગ્નિ ન કીડા ખાય,
બુરા ભલા હો વૈશ્નવા, કદી ન નર્કે જાય.
*
(૫૭૪) બહેતા પાની નિર્મલા, બન્ધા ગન્ધા હોય,
સાધુ તો રમતા ભલા, દાઘ ન લાગે કોય.
*
(૫૭૫) ઈશ્ક, ખુન્નસ, ખાંસી, ઓર પીવે મદ્યપાન,
એ સબ છુપાયા ન છુપે, પ્રગટ હોય નિદાન.
*
(૫૭૬) પ્રીત પુરાની ન હોત હય, જો ઉત્તમસે લાગ,
સો બરસ જલમેં રહે, પથ્થરા ન છોડે આગ.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Spiritual Diary (29/1)

Paramhansa Yogananda

January 29
Introspection

તમે ખોટું કરો છો ત્યારે તે તમે જાણો છો; તમારૂં સંપૂર્ણ વ્યક્તિત્વ તમને તે વિશે કહે છે, અને તે અનુભૂતિ પ્રભુનો અવાજ છે. જો તમે તેને ન સાંભળો તો પછી તે શાંત રહે છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક રીતે જાગ્રત થાઓ ત્યારે તે ફરી દોરવણી આપશે. તે સારા નરસા વિચારો અને કર્મો જુએ છે. તમે ગમે તે કરો છતાં પણ તમે પહેલાં હતા તેવા જ તેના સંતાન છો.

You know when you are doing wrong. Your whole being tells you, and that feeling is God’s voice. If you do not listen to Him, then He is quiet; but when you spiritually waken again He will guide you. He sees your good and your evil thoughts and actions, but whatever you do, you are His child just the same.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.