Daily Archives: 27/01/2010

સંતના લક્ષણ વિષે – કબીરવાણી


*
(૩૬૪) દયા ગરીબી બંદગી, સમતા શિલ સ્વભાવ,
એ તે લક્ષણ સાધકે, કહે કબીર સદભાવ.
*
(૩૬૫) માન નહિ અપમાન નહિ, ઐસે શિતલ સંત,
ભવ સાગર ઉતર પડે, તોરે જમકે દંત.
*
(૩૬૬) આશા તજે માયા તજે, મોહ તજે અરૂ માન,
હરખ શોક નિંદા તજે, સો કહે કબીર સંત જાન.
*
(૩૬૭) સંત સોઈ સહરાઈયે, જીન કનક કામિની ત્યાગ,
ઔર કછુ ઈચ્છા નહિ, નિશદિન રહે અનુરાગ.
*
(૩૬૮) હરિજન હારા હિ ભલા, જીત ન દે સંસાર,
હારા હરિપે જાયગા, જીતા જમકી લાર.
*
(૩૬૯) સુખકે માથે સિલ પડો, હરિ હિરદેસે જાય,
બલિહારી આ દુઃખકી પલ પલ રામ સંભરાય.
*
(૩૭૦) આપા ત્યાં અવગુણ અનંત, કહે સંત સબ કોય,
આપા તજ હરિકો ભજે, સંત કહાવે સોય.
*
(૩૭૧) હરિજન ઐસા ચાહિયે, જૈસા ફોફલ ભંગ,
આપ કરાવે ટુકરા, ઓર પરમૂખ રાખે રંગ.
*
(૩૭૨) તમ મન જીનકો નહિ, ન માયા મોહ સંતાપ,
 હરખ શોક આશા નહિં, સો હરિજન હર આપ.
*
(૩૭૩) સંતનકે મન ભય રહે, ભય ધર કરે બિચાર,
નિશદિન નામ જપવો કરે, બિસરત નહિં લગાર.
*
(૩૭૪) હરિજન કેવળ હોત હય, જાકો હરિકા સંગ,
બિપત પડે બિસરે નહિ, ચઢે ચોગણા રંગ.
*
(૩૭૫) આસન તો એકાન્ત કરે, કામિન સંગત દૂર,
શિતળ સંત શિરોમણિ, ઉનકા ઐસા નૂર.
*
(૩૭૬) આપા તજ હરિકો ભજે, નખશિખ તજે બિકાર,
જબ જીવનસેં નિરવેર, સાધ મતા હય સાર.
*
(૩૭૭) દેખો સબમેં રામ હય, એક હિ રસ ભરપૂર,
જૈસે ઉખતે સબ બના, ચિની સક્કર ગુર.
*
(૩૭૮) જબલગ નાતા જાતકા, તબલગ ભગત ન હોય,
નાતા તોરે હરિ ભજે, ભગત કહાવે સોય.
*
(૩૭૯) ચાર ચેન હરિ ભક્તકે, પ્રગટ દેખાઈ દેત,
દયા, ધર્મ, આધિનતા, પ દુઃખકો હર લેત.
*
(૩૮૦) હાટ હાટ હિરા નહિં, કંચનકા નહિં પહાડ,
સિંહનકા ટોલા નહિં, સંત બિરલા સંસાર.
*
(૩૮૧) સંત સંત સબ કોઈ કહે, સંત સમુદર પાર,
અનલ પંખકા કો એક હય, પંખકા કોટ હજાર.
*
(૩૮૨) સુરાકા તો દલ નહિ, ચંદનકા બન માંહિ,
સબ સમુદ્ર મોતી નહિ, યું હરિજન જગમાંહિ.
*
(૩૮૩) એક ઘડી આધી ઘડી, ભાવ ભજનમેં જાય,
સત સંગત પલ હિ ભલી, જમકા ધક્કા ન ખાય.
*
(૩૮૪) કબીર સેવા દો ભલી, એક સંત એક રામ,
રામ હય દાતા મુક્તિકા, સંત જપાવે નામ.
*
(૩૮૫) નિરાકાર હરિ રૂપ હય, પ્રેમ પ્રીત સો સેવ,
જો માંગે આકાર કો, તો સંતો પ્રત્યક્ષ દેવ.
*
(૩૮૬) સંત વૃક્ષ હરિનામ ફળ, સતગુરૂ શબ્દ બિચાર,
ઐસે હરિજન ના હતે, તો જળ મરતે સંસાર.

Categories: કબીરવાણી | Tags: | Leave a comment

Spiritual Diary (27/1)

Paramhansa Yogananda

January 27
Introspection

સામાન્ય રીતે બીજાનું પૃથક્કરણ કરવું અને વ્યક્તિત્વ મુજબ તેઓનું વર્ગીકરણ કરવુંએ વધતે ઓછે અંશે સરળ છે. ચુસ્ત પ્રમાણિકપણે પોતાના તરફ વિશ્લેષણની સર્ચ લાઈટ વાળવી એ ઘણું અઘરું છે. શું સુધારો કે પરિવર્તન જરૂરી છે તે શોધવા માટે તમારે તે જ કરવું જોઈએ. તમારા વ્યક્તિત્વને સારી રીતે જાણવાનો એક હેતુ એ છે કે બીજાને તમે શું અસર કરો છો. જાણે અજાણ્યે તમારા વ્યક્તિત્વને લોકો અનુભવે છે અને તેઓના પ્રતિભાવથી તેનો સંકેત મળે છે.

It is usually more or less easy to analyze others and classify them according to personality. It is often more difficult to turn the searchlight on one’s self in strict honesty, but that is what you must do in order to find out what improvement or change is necessary. One purpose in discovering your own personality is to know how you affect others. Consciously, or unconsciously, people feel your personality, and their reaction is a clue.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.