Daily Archives: 26/01/2010

સતસંગ વિષે – કબીરવાણી


*
(૩૨૭) સંત સમાગમ પરમ સુખ, આન અલ્પ સુખ કછુ ઓર,
માન સરોવર હંસ હય, બગલા ઠોરે ઠોર.
*
(૩૨૮)  ચંદન જૈસા સંત હય, સર્પ જૈસા સંસાર,
અંગહિસે લપટા રહે, પર છાંડે નહિં બિકાર.
*
(૩૨૯) સંત મિલે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય,
સેવા કિજે સંતકી, તો જનમ કૃતાર્થ સોય.
*
(૩૩૦) મીઠી વહેરી સંતકી, જામેં શીર અપાર,
હરિરસ જહાં ખુટે નહિ, પિવે વારંવાર.
*
(૩૩૧) હરિજન આવત દેખકે, ઉઠકે મિલિયે ધાય,
ન જાનું ઈસ વેશમેં, નારાયણ મિલ જાય.
*
(૩૩૨) હરિજન મિલે તો હરિ મિલે, મન પાય બિશ્વાસ,
હરિજન હરિકા રૂપ હય, જ્યું ફુલનમેં બાસ.
*
(૩૩૩) સંત મિલે તબ હરિ મિલે, કહિયે આદ ઓર અંત,
જો સંતનકો પરહરે, સો સદા તજે ભગવંત.
*
(૩૩૪) દર્શન પરસન સંતકા, કરતન કિજે કાંન,
જ્યું ઉદ્યમ ત્યું લાભ હય, જ્યું આળસ ત્યું હાન.
*
(૩૩૫) એક ઘડી આધી ઘડી, આધી ઉુનમેં આધ,
સંગત કરીયે સંતકી, તો કટે કોટ અપરાધ.
*
(૩૩૬) સાધુ નદી જલ પ્રેમરસ, તહાં પછાડો અંગ,
કહે કબીર નિર્મળ ભયે, સાધુ જનકે સંગ.
*
(૩૩૭) જા પલ દર્શન સંતકા, તા પલકિ બલિહારી,
સતનામ રસનાં બસેં, લિજૈ જન્મ સુધાર.
*
(૩૩૮) દરશન કરના સંતકા, દિનમેં કઈક બાર,
ચોમાસાકા મેઘ જ્યું, બહોત કરે ઉપકાર.
*
(૩૩૯) જીવન જોબન રાજમદ, અવિચલ રહા ન કોય,
જા દિન જાય સતસંગમેં, જીવનકા ફલ સોય.
*
(૩૪૦) રામ મિલનકે કારને, મોં મન ખડા ઉદાસ,
સત્ સંગતમેં શોધ લે, રામ ઉનોકે પાસ.
*
(૩૪૧) પરબત પરબત મેં ફિરા, કારન અપને રામ,
રામ સરિખા જન મિલા, તિને સરિયા કામ.
*
(૩૪૨) કરિયે નિત સતસંગકુ, બાધા સકલ મિટાય,
ઐસા અવસર ના મિલા, દુર્લભ નર તન પાય.
*
(૩૪૩) શરણે રાખો સાંઈયાં, પૂરો મનકી આશ,
ઓર ન મેરે ચાહિયે, સંત મિલનકી આશ.
*
(૩૪૪) કલયુગમેં એક નામ હય, દુજા સરૂપ હય સંત,
સાચે મનસે સેવિયે, તો મિટે કરમ અનંત.
*
(૩૪૫) મથુરા ભાવે દ્વારકા, ભાવે જા જગન્નાથ,
સત સંગત હરિભક્તિ બિના, કછુ ન આવે કામ.
*
(૩૪૬) સંત જહાં સુમરન સદા, આઠો પહોર અભૂલ,
ભર ભર પિવે રામરસ, પ્રેમ પિલાયા કુલ.
*
(૩૪૭) ફુટા મન બદલાય દે, સાધુ બડે સોનાર,
તુટી હોવે રામસે, ફેર સંધાવન હાર.
*
(૩૪૮) ઈષ્ટ મિલે મન મિલે, મિલે સકલ રસ રીતી,
કહે કબીર તહાં જાઈએ, યેહ સંતનકી પ્રિતી.
*
(૩૪૯) કથા કિરતન કરનકી, જાકે નિશદિન રીતી,
કહે કબીર વા દાસસોં, નિશ્ચય કીજે પ્રિતી.
*
(૩૫૦) કથા કિરતન રાતદિન, જાકે ઉદ્યમ યેહ,
કહે કબીર તા સાધકે, ચરણ કમલકી ખેહ.
*
(૩૫૧) કથા કિરતન છાંડકે, કરે જો ઓર ઉપાય,
કહે કબીર તા સાધકે, પાસ કોઈ મત જાય.
*
(૩૫૨) કામ કથા સુનિયે નહિ, સુનકે ઉપજે કામ,
કહે કબીર બિચારકે, બિસર જાય હરિ નામ.
*
(૩૫૩) કથા કિરતન સુનનકો, જો કોઈ કરે સ્નેહ,
કહે કબીર તા દાસકો, મુક્તિમેં નહિં સંદેહ.
*
(૩૫૪) રાજ દ્વાર ન જાઈએ, જો કોટિક મિલે હેમ,
સુપચ ભગતકે જાઈએ, એ બિષ્ણુકા નેમ.
*
(૩૫૫) સંગત કિજે સાધકી, જ્યું ગાંધીકે પાસ,
ગાંધી કછુ લે દે નહિં, તોઉ આવે વાસ સુવાસ.
*
(૩૫૬) સંગત કિજે સાધકી, સાહેબ કિજે યાદ,
સુકૃતકી વાહિ ઘડી, બાકી દિન બરબાદ.
*
(૩૫૭) સંગત કિજે સંતકી, કદી ન નિર્ફળ હોય,
લોહા પાસ પરસતે, સો ભી કંચન હોય.
*
(૩૫૮) સંગત કિજે સાધકી, કદી ના નિર્ફળ હોય,
ચંદન હોસી બાવલા, લીંબુ કહે ન કોય.
*
(૩૫૯) સંગત કિજે સંતકી, હરે સબકી બ્યાધ,
ઓછી સંગત નીચકી, આઠો પહોર ઉપાધ.
*
(૩૬૦) સો દિન ગયા અકાજમેં, સંગત ભયિ ના સંત,
પ્રેમ બિના પશુ જીવના, ભાવ બિના ભટકંત.
*
(૩૬૧) સંત મિલે તબ હરિ મિલે, યું સુખ મિલે ન કોય,
દર્શન તે દુર મન કરે, મન અતી નિર્મળ હોય.
*
(૩૬૨) હરિ મિલા તબ જાનિયે, દર્શન દેવે સંત,
મનસા વાચા કર્મણા, મિટે કરમ અનન્ત.
*
(૩૬૩) પુષ્પમેં જ્યું બાસ હય, બ્યાપ રહા સબ માંહિ,
 સન્તો સોહિ પાઈયે, ઔર કહું કછું નાહિ.

Categories: કબીરવાણી | Tags: | 1 Comment

Spiritual Diary (26/1)

Paramhansa Yogananda

January 26
Introspection

તમે તમારી જાતને વધુ ને વધુ લાગણીપ્રધાન, આડંબરી અથવા વાતોડિયા જુઓ તો તમે પીછે હઠ કરો છો. તમારી જાતનું પૃથક્કરણ કરવું અને તમે ગઈકાલ કરતાં આજે વધુ સુખી છો કે કેમ તે જાણવું તે ઉત્તમ પરીક્ષણ છે. આજે તમે વધુ સુખી છો તેવું અનુભવો તો તમે પ્રગતિ કરો છો અને આ સુખની અનુભૂતિ ચાલુ રહેવી જોઈએ.

If you find that every day you are becoming either touchy, finicky, or gossipy, then you know that you are going backward. The best test is to analyze yourself and find out whether you are happier today than you were yesterday. If you feel that you are happier today, then you are progressing; and this feeling of happiness must continue.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.