Daily Archives: 25/01/2010

સદગુરૂ વિષે – કબીરવાણી


*
(૨૮૧) સુમરન મારગ સાચકા, સદગુરૂ દિયે બતાય,
શ્વાસ ઉચ્છવાસે સુમરતા, એક દિન મિલ્યા આય.
*
(૨૮૨) પ્રેમ બિના ધીરજ નહિં, બિરહે બિના બૈરાગ,
સદગુરૂ બિના મિટે નહિં, મન મનમાંકા દાગ.
*
(૨૮૩) પુરાહિ સદગુરૂ બિના, હિરદા શુદ્ધ ન હોય,
મનસા વાચા કર્મના, સુન લિજે સબ કોય.
*
(૨૮૪)  ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મટે ન ભેવ,
ગુરૂ બિન સંશય ન મિટે, જય જય જય ગુરૂ દેવ.
*
(૨૮૫) ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મિલે ન મોક્ષ,
ગુરૂ બિન લખે ન સત્યકો, ગુરૂ બિન મિટે ન દોષ.
*
(૨૮૬) ગુરૂ નારાયણ રૂપ હય, ગુરૂ જ્ઞાનકો ઘાટ,
સદગુરૂ બચન પ્રતાપસે, મનકે મિટે ઉચાટ.
*
(૨૮૭) સદગુરૂ કે મહિમા અનંત, જીને અનંત કિયા ઉપકાર,
અનંત લોચન ઉઘાડ્યા, અનંત દિખાવન હાર.
*
(૨૮૮) સદગુરૂ સમાન કો નહિં, સપ્ત દ્વિપ નવ ખંડ,
તિન લોક ના પાઈયે, ઔર એકબિસ બ્રહ્માંડ.
*
(૨૮૯) તિર્થમેં ફળ એક હય, સંત મિલે ફળ ચાર,
સદગુરૂ મિલે અનેક ફળ, કહે કબીર બિચાર.
*
(૨૯૦) હરિ કૃપા તબ જાનીયે, દે માનવ અવતાર,
ગુરૂ કૃપા તબ જાનીયે, જબ છોડાવે સંસાર.
*
(૨૯૧) જાકે શીર ગુરૂ જ્ઞાની હય, સોહિ તરત ભવ માંહે,
ગુરૂ બિન જાનો જન્તકો, કબુ મુક્તિ સુખ નાહે.
*
(૨૯૨) સદગુરૂ કે ભુજ દોઈ હય, ગોવિંદકે ભુજ ચાર,
ગોવિંદસે સબ કુછ સરે, પર ગુરૂ ઉતારે પાર.
*
(૨૯૩) સદગુરૂ સતકા શબ્દ હય, જીને સત્ દિયા બતાય,
જો સતકો પકડ રહે, તો સતહિ માંહે સમાય.
*
(૨૯૪) દેવી બડી ન દેવતા, સુરજ બડા ન ચંદ,
આદ અંત દોનો બડે, કે ગુરૂ કે ગોવિંદ.
*
(૨૯૫) હરિ રૂઠે ગત એક હય, ગુરૂ શરણાગત જાય,
ગુરૂ રૂઠે ગત એકો નહિ, હરિ ન હોય સમાય.
*
(૨૯૬) ગુરૂ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય,
બલિહારી ગુરૂદેવકી, જીને ગોવિંદ દિયા બતાય.
*
(૨૯૭) પુજા ગુરૂકી કિજીયે, સબ પુજા જેહીમાંય,
જબલગ સિંચે મુખ તરૂ, શાખા પત્ર અઘાય.
*
(૨૯૮) સદગુરૂકા એક દેશ હય, જો બસી જાને કોય,
કૌઆ તે હંસ હોત હય, જાત વરણ કુલ ખોય.
*
(૨૯૯) સબ કછુ ગુરૂ પાસ હય, પાઈયે અપને ભાગ,
સેવક મન સોંપી રહે, નિશદિન ચરણે લાગ.
*
(૩૦૦) ગુરૂ ગુંગા ગુરૂ બાવરા, ગુરૂ દેવનકા દેવ,
જો તું શિષ્ય શ્યાના, તો કર ગુરૂકી સેવ.
*
(૩૦૧) શબ્દ બિચારી જો ચલે, ગુરૂ મુખ હોય નેહાલ,
કામ ક્રોધ બ્યાપે નહિં, કબ ન ગ્રાસે કાલ.
*
(૩૦૨) ગુરૂ મહિમા ગાવત સદા, મન અતિ રાખી મોદ,
સો ભવ ફિર આવત નહિં, બેઠ પ્રભુકી ગોદ.
*
(૩૦૩) સંશય ખાયા સકળ જુગ, સંશય કોઈ ન ખાય,
જે બોધ્યા ગુરૂ અક્ષરા, સંશય ચુન ચુન ખાય.
*
(૩૦૪) પૂરા સદગુરૂ સેવતાં, અંતર પ્રગટે આપ,
મનસા વાચા કર્મણા, મિટે જનમકે તાપ.
*
(૩૦૫) ગુરૂ ગોવિંદ એક હય, દુજા હય ૐકાર,
આપા મેટ જીવત મરે, તબ પાવે દિદાર.
*
(૩૦૬) જમદ્વારે જમદૂત મિલે, કરતે ખેંચાતાન,
ઉનસે કબુ ન છુટતે, ફિરતે ચારો ખાન.
*
(૩૦૭) ચાર ખાનમેં ભરમતે, કબૂ ન લેતે પાર,
સો તોકો ફેરા મિટા, સદગુરૂકા ઉપકાર.
*
(૩૦૮) જ્ઞાન પ્રકાશી ગુરૂ મિલા, સો બિસર મત જાય,
જબ ગોવિંદ કૃપા કરી, તબ ગુરૂ મિલ્યા આય.
*
(૩૦૯) ભલા ભયા જો ગુરૂ મિલા, તીન તેં પાયા જ્ઞાન,
ઘટ હિ ભિતર ચૌતરા, ઔર ઘટ માંહિ દીવાન.
*
(૩૧૦) હોંશ ન રાખું મનમેં, ગુરૂ હય પ્રત્યક્ષ દેવ,
પ્રેમ સાથ મન લે મિલું, નિશદિન કરૂં સેવ.
*
(૩૧૧) ગુરૂ સેવા જન બંદગી, હરિ સુમરન બૈરાગ,
એ ચારો જબ મિલે, પુરન હોવે ભાગ.
*
(૩૧૨) ગુરૂ લાગા તબ જાનીયે, મિટે મોહ તન તાપ,
હરખ શોક દાજે નહિ, તબ હર આપો આપ.
*
(૩૧૩) કાન ફુકા ગુરૂ હદકા, બેહદકા ગુરૂ નાહિ,
બેહદકા સદગુરૂ હય, સોચ કરો મન માંહિ.
*
(૩૧૪) ગુરૂ લોભી શિષ્ય લાલચી, દોનોં ખેલે દાવ,
દોનો બુજે બાપડે, બેઠે પથ્થરકી નાવ.
*
(૩૧૫) જાકા ગુરૂ હય લાલચી, દયા નહિં શિષ્ય માંહિ,
ઓ દોનોકુ ભેજીયે, ઉજ્જડ કુવા માંહિ.
*
(૩૧૬) ગુરૂ સબ કહા કરો, ગુરૂહિ ગુરમે ભાવ,
સો ગુરૂ કાહે કિજીયે, જો નહિ બતાવે દાવ.
*
(૩૧૭) બંધે સો બંધે મિલા, છુટે કોન ઉપાય,
સંગત કરીએ નિર્બંધકી, પળમેં દિયે છુટાય.
*
(૩૧૮) પુરાહિ સદગુરૂ ના મિલા, રહા અધુરા શિખ,
સ્વાંગ જતિકા પહેરકે, ઘર ઘર માંગે ભીખ.
*
(૩૧૯) સદગુરૂ ઐસા કિજીયે, તત્ દિખાવે સાર,
પાર ઉતારે પલકમેં, દર્પન દે દાતાર.
*
(૩૨૦) કબીર! ગુરૂ ગરવા મિલા, રલ ગયા આટા લોન,
જાત પાત કુલ મિટ ગઈ, તબ નામ ધરેંગે કોન.
*
(૩૨૧) સદગુરૂ સાચા સુરવા, જ્યું તાતે લોહ લુહાર,
કસની દે નિર્મળ કિયા, તાપ લિયા તતસાર.
*
(૩૨૨) સદગુરૂ હમસે રીઝકર, એક કહા પ્રસંગ,
બાદલ બહ્યા પ્રેમકા, ભીજ ગયા સબ સંગ.
*
(૩૨૩) બલિહારી ગુરૂ આપકી, પલ પલમેં કંઈ બાર,
પશુ ફેટ હરિજન કિયે, કરત ન લાગી વાર.
*
(૩૨૪) ગુરૂ પુજાવે સંતકો, સંત કહે ગુરૂ પુજ,
આમન સામન પુજતા, પડી આગમકી સુજ.
*
(૩૨૫) કબીર કહે સો દિન બડો, જા દિન સાધ મિલાય,
આંખ ભર ભર ભેટીયે, પાપ શરીરા જાય.
*
(૩૨૬) સાધ મિલે સાહેબ મિલે, અંતર રહી ના રેખ,
મનસા બાચા કર્મણા, સાધુ સાહેબ એક.
*

Categories: કબીરવાણી | Tags: | 1 Comment

Spiritual Diary (25/1)

Paramhansa Yogananda

January 25
Introspection

કોઈ પણ વસ્તુ કે જેના વિશેની જાણકારી હોય તેના સંબધિત સ્પંદનો તમારામાં હોય છે. જેઓ બીજી વ્યક્તિઓમાં દૂષણો જોવામાં અને તે બાબતે અભિપ્રાય બાંધવામાં ઝડપી હોય છે, તે દૂષણોના બીજ તેના પોતાનામાં પડેલા હોય છે. પવિત્ર અને ઉચ્ચ સ્પંદનોના મનોભાવવાળી દેવતૂલ્ય વ્યક્તિ જેનો સંપર્ક કરે છે, તેનામાંના પ્રભુના તણખાથી હંમેશા સચેત હોય છે અને તેના સ્પંદનોના ક્ષેત્રમાં જે કોઈ આવે તેના સ્પંદિત બળને તેના ચુંબકીય આત્મીય સ્પંદનો વડે વધુ તિવ્રતાથી ખેંચે છે.

Anything of which you are cognizant has a relative vibration within yourself. One who is quick to see and judge evil in other persons has the seed of that evil within himself. The God-like person of pure and high vibrational tone is always aware of the God-spark in all he contacts, and his magnetic soul vibration draws to greater intensity that vibrational force in those who come within his vibrational range.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Create a free website or blog at WordPress.com.