Daily Archives: 10/11/2009
ભાગાકાર – રમેશ પટેલ(આકાશદીપ)
સહજ રીતે શીશુ બોલે, ના ગમતા મને ભાગાકાર
દાદા મૂંઝાય,તારા મારાના વાણા કેમ ગૂંથું સંસાર
તણખે તણખા ભેગા કરી બાંધ્યો સુંદર માળ
કલબલાટ સંગ માણ્યું ઘરને ઊંચા ઊંચા અંતરાળ
ભાવે ભીંજાયા , હૂંફે સજાયા લઈ રેશમીયા રુમાલ
સજ્યા સમયે ,મીઠા મદમાતા દઈ વસંતના વહાલ
ભાગ્ય સૌ સૌના લાવ્યા,વ્યવહારે બાપ મતિ મૂંઝાય
અંતરના આર્શીવાદ સરે ને અક્ષે આંસુડાં હરખાય
ગૂંચવે ગુણાકાર ને ભાગાકારે જીંદગી દિસે દુર્બળ
ગમે સરળ જીંદગી, ખળખળ વહેતી નીત નિર્મળ
નથી સઘળું આપણું , ના રહેતું સાથ સદા કાળ
ભોગવ્યું એજ તમારું , એજ સત્ય નમી ને ભાળ