સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)


દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા
ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

વ્યોમે વિચરી વદે સુનીતા
પથ્વીપટે ના દીઠા સીમાડા
છૂટે મનના સંકુચિત વાડા
ખૂલે બ્રહ્માંડના ધ્વાર ઉઘાડાં

પંડિતાઈ પોથીમાં છાપી હોંશે
સંસ્કારો સંતાડ્યા કાગળ ઓથે
પૂરી પીંજરે જાત પડ્યા કૂવે
કરુણા ભાવને સંકોર્યા ખૂણે

સંકોચાયા મનડાંને પ્રેમને ભૂલ્યા
હાય! માનવ થયા કેવા અજાણ્યા

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

Post navigation

3 thoughts on “સંકોચાયાં મનડાં – રમેશ પટેલ(આકાશદીપ)

  1. Chirag Patel

    વાહ,રમેશભાઇ,સુનિતાબેને તેમણે ગુજરાતની મુલાકાત વખતે

    કહેલી વાત ને કેટલી સરસ રીતે ગુંથી લીધી.અવકાશ યાત્રીની

    ધરતીને જોડતિ ભારતીય સંસ્ક્ર્તિનિ વાત, મજા પડી.

    ચીરાગ પટેલ

  2. smdave1940

    very good

  3. દેશે બાંધ્યા , વેશે બાંધ્યા
    ગામે બાંધ્યા , ગલીએ બાંધ્યા
    ધર્મે બાંધ્યા ,નાત જાતે બાંધ્યા
    વાહ! સ્વાર્થે કેવા વ્યવહારો બાંધ્યા

    રમેશભાઈ,
    આ નાત-જાત, વિસ્તાર અને ધર્મ ના અલગ-અલગ વાડાઓ એ જ દાટ વાળ્યો છે અને પ્રગતિ તથા વિકાસ ને રુંધ્યો છે. આજે પણ ગામડાંઓમાં નાત-જાત ના ઊંચ-નીચ ના ભેદભાવો ને લીધે ગામડાં માં રહેતાં યુવાનો ના સપનાં અને વિકાસ રુંધાય છે. શહેર માં પણ ભણેલાં ગણેલાં શિક્ષિત લોકો માનસિક રીતે ઈતર જાતિ કે દલિતો પ્રત્યે અશ્પૃત્યાતા કે ભેદભાવ રાખે છે…જેથી સમાજ અને રાષ્ટ્ર પૂર્ણ પ્રગતિ કરતો નથી, આ માનસિકતા માં બદલાવ કે પરિવર્તન માટે આપણી સૌની સંકુચિત માનસિકતામાં સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે અને તે લાવવા માટે આ પરિવર્તનશીલ વિચારધારા પ્રસ્તૃત કરતું સર્જન પણ જરૂરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: